ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.30
શ્રી મોઢ વણિક યુવા ગ્રુપ રાજકોટ દ્વારા પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે વિદ્યોત્તેજક પુરસ્કાર અને જ્ઞાતિ સેવા એવોર્ડ સન્માન સમારોહનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શહેરના શ્રેષ્ઠીઓ અને વિશાળ વિદ્યાર્થીગણ, વાલીગણ ઉપસ્થિત રહી જાજરમાન વિદ્યાથી સન્માન સમારોહ સંપન્ન કરવામાં આવ્યો હતો.
સમારંભના પ્રારંભમાં મોઢ વણિક યુવા ગ્રુપના પ્રમુખ કિરેનભાઈ છાપીયા, રોમીલભાઈ શાહ સમારંભના અતિથિવિશેષ પદેથી ડો. જીતભાઈ ગાંધી, ડો. દર્શિલભાઈ શાહ, ડો. રુત્વીબેન અંબાણી, ડો. પાર્થભાઈ ગાંધી, રીચાબેન શેઠ, ડો. આદિત્યભાઈ મહેતા, રાજભાઈ શાહ, સ્તુતિબેન મહેતા, પાર્થભાઈ પારેખ, ગૌરવભાઈ પારેખ, સી.એ. માનસીબેન પારેખ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મોઢ વણિક યુવા ગ્રુપ રાજકોટ દ્વારા પ્રતિ વર્ષ એનાયત થતા જ્ઞાતિ સેવા એવોર્ડના ચાલુ વર્ષનો રાજકોટ શહેર કક્ષાએ જ્ઞાતિ સેવા એવોર્ડ આજીવન સેવાના ભેખધારી પ્રનંદભાઈ કલ્યાણી, બહારગામ કક્ષાએ મોરબીના પરેશભાઈ વજેરીયા તેમજ રાજકોટ જ્ઞાતિ અગ્રણી અનુપમભાઈ દોશીને સંસ્કાર એવોર્ડ 2024 રાજ્યપાલ ગુજરાત દ્વારા એનાયત થતાં, મોઢ વણિક મહાજન ટ્રસ્ટના પ્રમુખ ભાગ્યેશભાઈ વોરાની અપના બજારમાં ચેરમેન તરીકેની વરણી બદલ, મોઢ મહોદય સંસ્થા ભાવનગરના કારોબારી સભ્ય તરીકે તાજેતરમાં વરણી બદલ સંજયભાઈ મણીયારનું જે સર્વેનું મોઢ વણિક યુવા ગ્રુપના કારોબારી સભ્ય તથા શહેર જ્ઞાતિશ્રેષ્ઠી, અતિથિવિશેષો દ્વારા પુષ્પગુચ્છ, શાલ તથા આકર્ષક મોમેન્ટો આપવામાં આવેલી હતી.
આ કાર્યક્રમ સફળ બનાવવામાં મંડળના પ્રમુખ કિરેનભાઈ છાપીયા, માનદ મંત્રી કેતનભાઈ પારેખ, ચેરમેન કેતનભાઈ મેસ્વાણી, કારોબારી સભ્ય જીગ્નેશભાઈ મેસ્વાણી, ડો. કમલેશભાઈ પારેખ, છાયાબેન વજેરીયા, નીતાબેન પારેખ, ક્રિષ્નાબેન મણીયાર, મીરાબેન મહેતા, હીનાબેન દોશી, ખુશીબેન પારેખ, પનીશભાઈ શાહ, યોગેશભાઈ પારેખ, મયુરભાઈ કલ્યાણી, જીગ્નેશભાઈ દોશી, સંજયભાઈ મહેતા, પૌરવભાઈ ગાંધી, સુનીલભાઈ બખાઈ, અતુલભાઈ પારેખ, યોગેશભાઈ પારેખ, કેતનભાઈ વોરા, સંજયભાઈ મણીયારએ જહેમત ઉઠાવેલ, પ્રચાર પ્રસાર સેવા અશ્ર્વિનભાઈ પટેલ સહિતના સભ્યોે જહેમત ઉઠાવી હતી.