ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આજનો દિવસ મારા જીવનમાં ખુબ ખાસ છે. કેમ કે મારી નાનકડી દીકરી પ્રિયાંશીએ શાળાનું દ્વાર પહેલીવાર પાર કર્યું. એ નાની નાની પગલીઓથી, યુનિફોર્મથી સજ્જ થઈ પીઠ પર બેગ લઈ આંખોમાં અજાણી દુનિયાનું કૌતુક લઈને મારી દીકરી આજે નવી યાત્રાની શરૂઆત કરી રહી છે. હમણાં સુધી મારી હાથમાં રમતી, ગાલે લિપટતી નાની બાળકી હવે ગુરુ ગ્નાન થકી આદર્શ શિક્ષણના, અનુભવોના, અને જીવનના પાઠ શીખવા માટે પ્રયાણ કરી રહી છે. ત્યારે આનંદ પણ થયો અને આંખો ભીની પણ થઈ ગઈ. જ્યારે તેણે પાછળ ફરીને મને સ્મિત આપ્યું, ત્યારે સમજાઈ ગયું કે હવે એ ધીરે ધીરે તેમના પ્રયત્ન, તેમની સફળતા તેમજ જીવનના પાઠ ભણવા તરફ પ્રયાણ કરશે.
વિદ્યારંભ: ડોડીયા પરિવારની વ્હાલસોઈ પ્રિયાંશીની શિક્ષણ યાત્રાની શરૂઆત
