મોટર સાયકલ પર 6 લોકોની જોખમી સવારી
કાલાવડ રોડ પર યુવાનોનો સ્ટંટનો વીડિયો વાયરલ
- Advertisement -
રાજકોટમાં યુવાનોના સ્ટંટનો વીડિયો વાયરલ થયો છે. જેમાં મોટર સાયકલ પર 6 વધુ લોકોની જોખમી સવારી કરતા જોવા મળ્યા છે. બાઈક પર ઉભા રહીને યુવાનો સ્ટંટ કરતા નજરે આવ્યા છે. રાજકોટમાં કાલાવડ રોડ પર યુવાનોનો સ્ટંટનો વીડિયો વાયરલ થયો છે.
જાહેર વિસ્તારમાં સ્ટંટબાજોને પોલીસનો પણ ભય નહિ ! કાલાવડ રોડ મોટા મવા રોડ ઉપર સ્ટંટનો વીડિયો વાયરલ થયો છે. એક મોટર સાયકલ ઉપર એક સાથે 4 થી વધુ લોકો જોખમી સવારી કરતા નજરે પડ્યા છે. મોટર સાયકલ પુર ઝડપે ચાલી રહી છે, તેની ઉપર 2 વ્યક્તિઓ ઊભા ઊભા સ્ટંટ કરે છે. ભારે વાહનોની અવર જવરના રસ્તા ઉપર આ પ્રકારે જોખમી સવારી મોટી દુર્ઘટના સર્જી શકે તેમ છે. આવા જોખમી સવારી વાળો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
વાયરલ વીડિયો વાહન ચાલકોની બેદરકારી અંગે પણ સવાલ ઉભા કરે છે. રાજ્યમાં પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનો ભંગ કરાનારાઓ સામે આકરા પગલા ભરવા છતા, હજુ કેટલાક યુવકોની શાન ઠેકાણે આવતી નથી. જ્યાં સુધી પોલીસની કાર્યવાહીનો અનુભવ સ્વયં નહી કરે ત્યાં સુધી જાણે કે રસ્તા પર ટ્રાફિકના નિયમોને નેવે મુકવાનો પ્રયાસ જારી જ રાખશે. પડકાર આપી રહ્યા છે.