સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામીની કરતૂત પ્રકાશમાં આવી
સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને લાગ્યો નવાબી શોખ
લંપટ સ્વામી સગીર વયના બાળક પાસે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરાવતા હોવાનું વાઈરલ વિડીયોમાં સામે આવ્યું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજ્યમાં સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક સંતોને લીધે આખોય ધર્મ બદનામ થઈ રહ્યો છે ત્યારે મોટાભાગે સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સંતો વિવાદિત નિવેદન અને લંપટ લીલાનો લઈને વારંવાર વિવાદમાં આવી રહ્યા છે ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સંત પોતાની લંપટ લીલાઓ કરતા મોબાઈલમાં કેદ થયા હતા. જેમાં આ વીડિયોમાં જે પ્રકારે દૃશ્યમાં થાય છે તે અંગે જો વાત કરવામાં આવે તો સ્વામી એક સગીરવયના બાળક પાસે અશોભનીય અને સામાન્ય ન કહી શકાય તેવું વર્તન કરી રહ્યા છે સાથે જ બાળકને એવી ફરજ પડે છે જે અસામાન્ય ગણાવી શકાય અને આ વીડિયો નજરે પડતી ગતિવિધિ આખાય સંપ્રદાયને બદનામ કરે તે પ્રકારની છે. કઢંગી હાલતમાં રહેલ સ્વામીના સગીર સાથેના આ પ્રકારના વિડિયો ખુબ જ લાંછન રૂપ છે ત્યારે “ખાસ-ખબર” દ્વારા આ વીડિયો બાબતે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ધ્રાંગધ્રા શહેરના જૂના સ્વામિનારાયણ મંદિર તરીકે ઓળખાતા આ મંદિરનો વીડિયો છે જે મંદિર કાલુપુર તાબા નીચે આવે છે. અને આ વીડિયો લગભગ એકાદ વર્ષ પૂર્વેનો માનવામાં આવે છે કારણ કે એકાદ વર્ષ પૂર્વે ધ્રાંગધ્રા સ્થિત જૂના સ્વામિનારાયણ મંદિરના સંત અમેરિકા ખાતે ગયા હતા તે સમયે વીડિયોમાં લંપટતા કર્યા સ્વામીને મંદિરના વહીવટ સંભાળવા માટે રાખ્યા હતા પરંતુ અહીં વહીવટના બદલે સ્વામી નાના બાળકો સાથે અશોભનીય વર્તન કરી પોતાની સાથે આખાય સ્વામિનારાયણ સંપ્રદાયની આબરૂના ધજાગરા કર્યા છે.