ગેરકાયદે ખાણોમાં જીવનું જોખમ છતાં બાળકોને સાથે લઈ ખાણમાં પ્રવેશ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.29
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લામાં તંત્રને ગળે તમાચો માટે ખનિજ માફીયાઓ કોઈને ગાંઠતા નથી વર્ષોથી ચાલતી કોલસાની ગેરકાયદેસર ખાણોને આજકાલ કરતા ત્રણ દાયકા થઈ ચૂક્યા છે છતાં પણ ત્રણ દાયકામાં કોઈ એક અધિકારી એવા નથી અડ્યા જેમણે કોલસાના આ કાળા કારોબાર પર સંદંતર લગામ લગાવી હોય. તેવામાં અત્યાર સુધીના અધિકારીઓમાં અલગ તારી આવતા હાલમાં જ ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા થોડા અંશે કોલસાના ખનન કરતા માફીયાઓ સામે બાયો ચડાવી છે પરંતુ હજુય માફીયાઓ આ કોલસાની ખાણો બંધ કરવાના મોડમાં નથી કારણ કે જ્યાં સરકારી તંત્ર પાછું પડે તેવા સરકારના નેતાઓને ખનિજ માફીયાઓ પર ચાર હાથ હોવાનું માનવામાં આવે છે. ત્યારે હાલ એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે જેમાં કોલસાની ખાણમાં એક આશરે ત્રણેક વર્ષ જેટલા બાળકને ચરખી દ્વારા ખાનની અંદર પ્રવેશ આપવામાં આવે છે. જોકે આ બાબત ખૂબ જ ગંભીર કહી શકાય અને ગંભીર એટલા માટે કે આગાઉ આ કોલસાની ખાણોમાં અનેક શ્રમિકો દટાઈને અને ગુંગણમાંથી અવસાન થઈ ચૂક્યા છે જે બાબત જગજાહેર હોવા છતાં પણ શ્રમિક મહિલાઓ પોતાના બાળકોને આ કોલસા અને મળતાની ખાણમાં પ્રવેશ આપે છે. અહીં વાત એવી પણ થાય કે શ્રમિક મહિલાઓને પણ કઈ છૂટકો નથી કારણ કે પોતે અહીં કોલસાની ખાણમાં મજૂરી કરવા આવ્યા છે અને બાળકને બહાર રાખીને 200 ફૂટ ખાણમાં જાય ત્યારે કલાકો સુધી બાળક માતાથી વિખૂટી રહે તે પણ શકય નથી. પરંતુ આ તમામ માતા બાળકના પ્રેમ વચ્ચે તંત્રની બેદરકારી પણ સ્પષ્ટ નજરે પડે છે જેમાં કોલસાની ગેરકાયદેસર ખાણો આજેય ધમધમી રહી છે તેનો જીવતો જાગતો પુરાવો આ વાઇરલ વીડિયો સાબિતી આપી રહ્યો છે.




