ખાસ-ખબર સંવાદદાતા
વિક્કી કૌશલ અને તૃપ્તિ ડમરીની આગામી ફિલ્મ ’મેરે મહેબૂબ મેરે સનમ’ આ વરસના ોગસ્ટ મહિનામાં રીલીઝ કરવાની યોજના હતી. પરંતુ હવે આ ફિલ્મની રીલીઝ 2024 સુધી લંબાઇ ગઇ છે. આ ફિલ્મ સાથે સંકળાયેલા સૂત્રે જણાવ્યું છે કે, આપ્રોજેક્ટ હાલ વિલંબમાં મુકાઇગયો છે.
સૂત્રના જણાવ્યા અનુસાર, ફિલ્મના પોસ્ટ પ્રોડકશનને વધુ સમય લાગી ગયો છે અને હજી ફાઇનલ એડિટ કરવાનું પણ બાકી છે. આ દરેક પાસાઓને ધ્યાનમાં રાખીને આ ફિલ્મની રિલીઝ 2024 સુધી લંબાવી દેવામાં આવી છે.
- Advertisement -
સૂત્રે વધુમાં એમ પણ કહ્યું હતું કે, ફિલ્મ ઓકટોબર સુધીમાં તૈયાર થઇજશે પરંતુ તેને રીલીઝ કરી શકાશે નહીં. વિક્કી કૌશલની સામ માણેકશાની બાયોપિક રીલીઝ થવાની થતી હોવાથી બન્ને ફિલ્મોને નજીકના સમયગાળામાં જ રીલીઝ કરવામાં શાણપણ નથી. તેથી , હવે આ ફિલ્મને એક વર્ષ લંબાવી દેવામાં આવી છે.



