બોલિવૂડ એક્ટર વિકી કૌશલ અને એક્ટ્રેસ કેટરિના કૈફએ મુંબઈના જુહુ વિસ્તારમાં એક લક્ઝરી એપાર્ટમેન્ટ ભાડે રાખ્યું છે. ખાસ વાત એ છે કે આ લક્ઝરી એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી પણ રહે છે.
બોલિવૂડ એક્ટર વિકી કૌશલ અને એક્ટ્રેસ કેટરિના કૈફ આ દિવસોમાં તેમના લગ્નના સમાચારને લઈને ચર્ચામાં છવાઈ ગયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દિવાળીના અવસર પર બંનેના રોકા કરી દેવામાં આવ્યા છે. દિગ્દર્શક કબીર ખાનના ઘરે રોકા સેરેમની યોજાઈ હતી. મીડિયામાં બંનેને રોકના સમાચારને લઈને ચર્ચા ચાલી રહી છે, પરંતુ હજુ સુધી બંને સ્ટાર્સ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
Latest News Update મેળવવા જોડાવ ખાસ-ખબરના WhatsApp Group સાથે..
- Advertisement -
WHATSAPP – https://chat.whatsapp.com/KptgEKgKuNS6jfsjmhrIYY
મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે આ કપલ લગ્ન બાદ સાથે રહેવા માટે નવું ઘર શોધી રહ્યું હતું, જે હવે મળી ગયું છે. બંનેએ મુંબઈના જુહુ વિસ્તારમાં એક લક્ઝરી એપાર્ટમેન્ટ ભાડે રાખ્યું છે. ખાસ વાત એ છે કે આ લક્ઝરી એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી પણ રહે છે. લગ્ન બાદ વિકી કૌશલ અને કેટરીના કૈફ વિરાટ કોહલી-અનુષ્કા શર્માના પડોશી બની જશે.

- Advertisement -
આટલું છે એપાર્ટમેન્ટનું ભાડું
વિક્કી કૌશલ અને કેટરિના કૈફ લગ્ન પછી સાથે રહેનાર આલીશાન એપાર્ટમેન્ટનું ભાડું જાણીને તમે દંગ રહી જશો. એક મીડિયા રિપોર્ટ અનુસાર, વિકી અને કેટરીનાએ 60 મહિના માટે આઠમા માળે એક એપાર્ટમેન્ટ ભાડે રાખ્યું છે. વિકી અને કેટરીના આ એપાર્ટમેન્ટ માટે મહિને આઠ લાખ રૂપિયાથી વધુ ચૂકવશે.
નવા નવા ન્યૂઝના વિડિઓ અને સમાચાર મેળવવા ખાસ-ખબરના ઓફિશ્યિલ INSTAGRAM પેજને ફોલ્લૉ કરો અને શેર કરો
INSTAGRAM – https://instagram.com/rajkotkhaaskhabar?utm_medium=copy_link
લગ્ન અહીં થશે
વિકી કૌશલ અને કેટરીના કૈફ આ વર્ષના છેલ્લા મહિનામાં લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. બંનેએ સવાઈ માધોપુર રાજસ્થાન સિક્સ સેન્સ ફોર્ટ રિસોર્ટને તેમના સ્થળ તરીકે પસંદ કર્યું છે. કેટરિના અને વિકીના લગ્ન એક ખાનગી સમારંભ હશે. વિકી વતી તેના માતા-પિતા, ભાઈ સન્ની કૌશલ હાજર રહેશે. કેટરીનાની બાજુથી બહેન ઇસાબેલ અને માતા સુઝાન હશે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, વિકી કૌશલ અને કેટરીના કૈફ તેમના લગ્નની તૈયારી કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બંનેના આઉટફિટ સબ્યસાચીએ ડિઝાઈન કર્યા છે. કેટરીના આ ખાસ અવસર પર સિલ્કનો લહેંગા પહેરવાની છે. આ પહેલા કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે બંનેએ સગાઈ કરી લીધી છે. તેના પર વિકીએ કહ્યું હતું કે, જેવો યોગ્ય સમય આવશે, હું તરત જ સગાઈ કરી લઈશ.
વિકી કૌશલના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તાજેતરમાં જ ફિલ્મ સરદાર ઉધમ સિંહમાં જોવા મળ્યો હતો. એમેઝોન પ્રાઇમ વિડિયોમાં રિલીઝ થયેલી આ ફિલ્મને ખૂબ જ સારા રિવ્યુ મળી રહ્યા છે. વિકી હવે ભૂતપૂર્વ ફિલ્ડ માર્શલ સેમ માણેકશાની બાયોપિક સેમ બહાદુરમાં જોવા મળશે. કેટરીના કૈફ ફિલ્મ સૂર્યવંશીમાં જોવા મળી રહી છે.



