ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે આજે મતદાન થવાનું છે. આ ચૂંટણીમાં NDA તરફથી જગદીપ ધનખડ અને વિપક્ષ તરફથી માર્ગરેટ અલ્વાની વચ્ચે ટક્કર થવાની છે.
ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે આજે મતદાન થવાનું છે. આ ચૂંટણીમાં NDA તરફથી જગદીપ ધનખડ અને વિપક્ષ તરફથી માર્ગરેટ અલ્વાની વચ્ચે ટક્કર થવાની છે. આંકડાનું માનીએ તો, પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ જગદીપ ધનખડની બંપર જીત નક્કી છે. આ વખતે જોવાનું રહેશે કે, શું વિપક્ષ રાષ્ટ્રપતિ ચૂંટણીની માફક જ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં પણ ક્રોસ વોટિંગ કરશે. સ્વાભાવિકપણે જ વિપક્ષી ધડામાં ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીને લઈને અલગ અલગ મત જોવા મળી રહ્યો છે.
- Advertisement -
બંને સદનમાં 36 સાંસદોની સાથે સંસદમાં કોંગ્રેસ પાર્ટી બાદ બીજી સૌથી મોટી જો કોઈ પાર્ટી હોય તો તે છે ટીએમસી. જો કે, અહીં ધ્યાન આપવા જેવી બાબત એ છે કે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નેતૃત્વવાળી ટીએમસીએ વોટિંગ પ્રક્રિયાથી દૂર રહેવાની વાત કહી છે. ટીએમસીનું કહેવુ છે કે, અલ્વાના નામથી એલાન પહેલા સહમતી બનાવાનો પ્રયાસ કરવામાં આવ્યો નહોતો. જેના કારણે પાર્ટી વોટિંગમાં તેઓ ભાગ લેશે નહીં.
પાર્ટીઓનું કોને સમર્થન
તો વળી આમ આદમી પાર્ટી, ટીઆરએસ, AIMIM અને JMMએ અલ્વાને પુરે પુરુ સમર્થન આપવાની જાહેરાત કરી છે. જ્યારે બીએસપી અને ટીડીપીએ ધનખડને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. જેએમએમે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને સમર્થન આપ્યું હતું. પણ આ વખતે વિપક્ષ તરફથી અલ્વાને પોતાનું સમર્થન આપી રહ્યા છે. તો વળી વાયએસઆરસીપી અને બીજેડી બંને52 વોટ સાથે ધનખડના સમર્થનમાં હોવાની વાત કહી છે. બંને પાર્ટીઓએ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પણ એનડીએના ઉમેદવાર મુર્મૂને પોતાનું સમર્થન આપ્યું હતું.
- Advertisement -
10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી મતદાન
80 વર્ષિય અલ્વા કોંગ્રેસના સીનિયર લીડર છે અને તેઓ રાજસ્થાનના રાજ્યપાલ તરીકે કાર્યભાર સંભાળી ચુક્યા છે. ધનખડ 71 વર્ષના છે અને તેઓ રાજસ્થાનના પ્રભાવશાળી જાય સમુદાયમાંથી આવે છે. તેમનું બેકગ્રાઉન્ડ સમાજવાદી રહ્યું છે. સંસદ ભવનમાં ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે વોટિંગ સવારે 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી રહેશે. ત્યાર બાદ મતગણતરી થશે અને મોડી સાંજે ચૂંટણી અધિકારી દ્વારા ભારતના નવા ઉપરાષ્ટ્રપતિના નામની જાહેરાત કરવામાં આવશે.