કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની હાજરીમાં કરારો સંપન્ન: સિરામિક ઉદ્યોગના વૈશ્ર્વિક વિકાસ માટે સરકારનો મોટો નિર્ણય
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.13
- Advertisement -
વાઇબ્રન્ટ સમિટ અને રોકાણ રાજકોટ ખાતે યોજાઈ રહેલી ’વાઇબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રીજીયન’ સમિટના બીજા દિવસે સિરામિક ઉદ્યોગ માટે મોટી જાહેરાતો કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજિત સેમિનારમાં રાજ્ય સરકાર અને ઉદ્યોગકારો વચ્ચે કુલ ₹1460 કરોડના ખઘઞ (સમજૂતી કરાર) કરવામાં આવ્યા છે. આ રોકાણથી સૌરાષ્ટ્રના સિરામિક સેક્ટરમાં નવી રોજગારી અને આધુનિક ટેકનોલોજીનો વ્યાપ વધશે.
ગુણવત્તા માટે નવી લેબોરેટરી મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે, સિરામિક ઉદ્યોગની વૈશ્વિક સ્પર્ધામાં ટકી રહેવા માટે ગુણવત્તા અને ટકાઉપણું અનિવાર્ય છે. મોરબીમાં હાલ 800 થી વધુ સિરામિક પ્લાન્ટ કાર્યરત છે, તેમની જરૂરિયાતને ધ્યાને રાખીને સરકાર ત્યાં ઉચ્ચ કક્ષાની અત્યાધુનિક લેબોરેટરી સ્થાપવા માટે ગંભીરતાથી વિચારી રહી છે. આ લેબોરેટરીથી ઉત્પાદનોના ટેસ્ટિંગ અને સંશોધનમાં મોટી મદદ મળશે.
મહાનુભાવોની ઉપસ્થિતિ આ મહત્વપૂર્ણ સેમિનારમાં કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, ઉદ્યોગ સચિવ મમતા વર્મા તેમજ સિરામિક એસોસિએશનના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીઓએ ખાતરી આપી હતી કે રાજ્ય સરકાર પાયાની સુવિધાઓ પૂરી પાડવા માટે કટિબદ્ધ છે. આ કરારોથી મોરબીના સિરામિક ઉદ્યોગને આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ઊંચાઈ પ્રાપ્ત થશે.



