વાઇબ્રન્ટ ગુજરાત-વાઇબ્રન્ટ પોરબંદર સમિટ પોરબંદર ખાતે યોજાઇ હતી. જેમાં રૂ.449 કરોડના 546 એમ.ઓ.યુ. થયા હતા. પોરબંદર જિલ્લાના પ્રભારી અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલ વાઇબ્રન્ટ ગુજરાત-વાઇબ્રન્ટ પોરબંદર કાર્યક્રમમા મંત્રી સહિત મહાનુભાવોએ પ્રદર્શનનું ઉદઘાટન કર્યું હતું. પોરબંદર જિલ્લાના કુશળ કારીગરો, સખી મંડળની બહેનો તથા નાના ઉદ્યોગ સાહસિકો દ્વારા પોતે તૈયાર કરેલી પ્રોડક્ટનું પ્રદર્શન તથા કારીગરો દ્વારા ઉત્પાદિત વસ્તુઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારે મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ આ પ્રદર્શન નિહાળી કારીગરોની કામગીરીને બિરદાવી હતી.
વાઇબ્રન્ટ પોરબંદર કાર્યક્રમમાં કારીગરો દ્વારા ઉત્પાદિત વસ્તુઓનું પ્રદર્શન
Follow US
Find US on Social Medias