-તા.11-13 જાન્યુઆરી સંભવિત આયોજન
પાંચ વર્ષના લાંબાગાળા બાદ હવે આગામી વર્ષે રાજયમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેટર્સ સમીટ યોજાશે અને તે જાન્યુઆરી 11-13-2024ના યોજાશે છેલ્લે 2019માં વાઈબ્રન્ટ સમીટ યોજાઈ હતી તે બાદ કોરોના આવતા જ આ પ્રકારના આયોજનો મુલત્વી રહ્યા હતા
- Advertisement -
પણ હવે પરીસ્થિતિ સામાન્ય બનતા આગામી વર્ષે વાઈબ્રન્ટ સમીટ યોજવા નિર્ણય લેવાશે અને જુલાઈ માસથી જ આ માટે દેશ વિદેશમાં રોડ-શો સહિતની તૈયારી થશે. જો કે 2022માં એક તબકકે વાઈબ્રન્ટ સમીટ યોજવાની તૈયારી હતી પણ વૈશ્વીક રીતે રશિયા-યુક્રેનનો તનાવ સર્જાયો હતો તે ઓમીક્રોન વેરીએન્ટ પણ પરત દેખાતા સમીટ મુલત્વી રહ્યો હતો
પણ હવે 2024નો વાઈબ્રન્ટ સમીટ એ લોકસભા ચુંટણી પુર્વેનો મેગા શો બનાવવા તૈયારી છે અને અમેરિકા સહિતના તમામ મુખ્ય દેશો ઉપરાંત ગલ્ફ અને આફ્રિકન દેશોનું પણ પ્રતિનિધિત્વ વધે તે જોવાશે. રાજય સરકારે આ માટે રૂ.127 કરોડનું બજેટ પ્રાથમીક રીતે મંજુર કર્યુ છે તથા આગામી વાઈબ્રન્ટ એક થીમ પર હશે જે ભવિષ્યના ઔદ્યોગીક ચિત્રનું પ્રતિબિંબ પુરુ પાડતું હશે.