ખાસ-ખબર સંવાદદાતા
વાઇબ્રન્ટ સમિટ 2022માં ભાગ લેવા માટે દેશ-વિદેશમાંથી મહેમાનો ગાંધીનગર આવવાના છે. તેમના રોકાણ માટે રાજ્ય સરકારે ગાંધીનગરની લીલા સહિત 3 અને અમદાવાદમાં 3 એમ કુલ 6 હોટલમાં 400 રૂમ બુક કર્યા છે, જેમાં દોઢ લાખ સુધીના રોજના ભાડાના પ્રીમિયમ રૂમ બુક કરાયા છે, જેના 50 ટકા એડવાન્સ પેમેન્ટ પેટે લાખો રૂપિયા ચૂકવી દેવાયા છે.
ગાંધીનગર ખાતે આગામી 10થી 13 જાન્યુઆરી સુધી વાઇબ્રન્ટ સમિટ, 2022 યોજવાની સરકારે જાહેરાત કરી છે, જેના ઉદઘાટનમાં 10મી જાન્યુઆરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેશે. આ સિવાય દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ, મોટા ગજાના વેપારીઓ, મલ્ટીનેશનલ કંપનીના માલિકો સહિત 400 મહાનુભાવો ભાગ લેવા આવવાના છે. આ મહાનુભાવોના રોકાણ માટે ગાંધીનગરની લીલા હોટલમાં 280 રૂમ તેમ જ અમદાવાદ-ગાંધીનગરની અન્ય હોટલોમાં કુલ 400 રૂમ બુક કરવામાં આવ્યા છે. વાઇબ્રન્ટના આ મહેમાનો માટે બુક કરવામાં આવેલા એક રૂમનું ભાડું રૂ.10 હજારથી લઈને રૂ.1.50 લાખ સુધીનું ચૂકવવામાં આવ્યું છે.
- Advertisement -
આ પણ વાંચો : ભારત અને રશિયા વચ્ચે AK-203 રાઇફલ ડીલ
https://khaskhabarrajkot.com/2021/12/06/ak-203-rifle-dea…india-and-russia/