પાસના ભાવ અને ખાણીપીણીની ચીજવસ્તુઓ પ્રિન્ટ ભાવે મળી રહે તે માટે પણ રજુઆત કરાઇ
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
નવરાત્રી મહોત્સવ દરમિયાન પોરબંદર શહેરમાં આયોજિત થતા વિવિધ ગરબા કાર્યક્રમોમાં બિનહિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકાશે અને ગેટ પાસ તેમજ રોજની પ્રવેશ ફી વ્યાજબી રાખવામાં આવે તે માટે વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ) અને બજરંગ દળ પોરબંદર શાખાએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે.
- Advertisement -
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે રજુઆત કરી છે કે આ રાસોત્સવોમાં લવજેહાદ જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને બિનહિન્દુઓને પ્રવેશ નહીં આપવામાં આવે. આ માટે તંત્ર દ્વારા કડક પગલાં લેવા જરૂરી છે, જેથી ગરબા રમનાર ભક્તો માટે આ પર્વ સંપૂર્ણ રીતે ધાર્મિક અને સુરક્ષિત બની રહે. તેમણે વિશેષ ધ્યાન આકર્ષાવ્યું છે કે શહેરના દરેક આયોજક અને સંચાલકોએ એન્ટ્રી ફી તેમજ ગેટ પાસના દરો જનસામાન્ય માટે પોષણક્ષમ રાખવા જોઈએ. વિહિપના પ્રતિનિધિઓએ વિનંતી કરી છે કે બેકાબૂ ભાવવધારા પર નિયંત્રણ મુકવામાં આવે અને ખાણી-પીણીની ચીજવસ્તુઓ માટે પણ ન્યાયસંગત ભાવે પૂરી પાડવાની સુચનાઓ તંત્રએ આપવી જોઈએ.