-ભારત સામે સર્વશ્રેષ્ઠ બોલીંગ કરી હતી
ઝિમ્બાબ્વેના પીઢ ક્રિકેટર હીથ સ્ટ્રીકનું 49 વર્ષની વયે નિધન થયું છે. લાંબા વખતથી કેન્સર સામે જંગ લડી રહેલા ક્રિકેટર છેવટે જીંદગીનો જંગ હારી ગયા હતા. ઝિમ્બાબ્વે ક્રિકેટ ટીમના કપ્તાનપદે રહી ચુકેલા દિગ્ગજ ક્રિકેટર હીથ સ્ટ્રીક ચોથા સ્ટેજના કેન્સરનો સામનો કરી રહ્યા હતા અને કેટલાક વખતથી હાલત નાજુક બની હતી.
- Advertisement -
દક્ષિણ આફ્રિકામાં તે સારવાર કરાવી રહ્યા હતા. હીથ સ્ટ્રીકે 1993માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યુ હતું. દક્ષિણ આફ્રિકા સામે વન-ડેથી ક્રિકેટ કારકીર્દીની શરૂઆત કરી હતી. ર00પમાં ન્યુઝીલેન્ડ સામે આખરી વન-ડે તથા ર00પમાં જ ભારત સામે આખરી ટેસ્ટ મેચ રમ્યા હતા. ક્રિકેટ કેરીયરમાં તેણે સચીન તેંડુલકરને 3 વખત તથા સૌરવ ગાંગુલીને ચાર વખત આઉટ કર્યા હતા. ભારત સામેના તેના છેલ્લા ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં જબરદસ્ત બોલીંગ કરીને 6 વિકેટ ખેડવી હતી.
જોકે આ મેચ ભારતે 10 વિકેટથી જીતી હતી. હીથ સ્ટ્રીકે 65 ટેસ્ટ મેચ તથા 189 વન-ડેમાં કપ્તાની કરી હતી. ટેસ્ટમાં 1990 રન તથા વન-ડેમાં 2943 રન બનાવ્યા હતા. ટેસ્ટમાં એક સદી તથા 11 ફિફટી પણ ફટકારી હતી. ટેસ્ટ ક્રિકેટમાં તેના નામે 216 તથા વન-ડેમાં 279 વિકેટ છે. ટેસ્ટમાં 6 વિકેટ તથા વન-ડેમાં પાંચ વિકેટની શ્રેષ્ઠ બોલીંગ હતી. ભારતીય આઇપીએલમાં તે કોલકતા નાઇટ રાઇડર્સના કોચ તરીકે પણ રહી ચુકયા છે.