નેપાળના પર્વતારોહક કામી રીટા શેરપાએ ફરી એકવાર ઈતિહાસ રચ્યો છે. કામી રીટા શેરપાએ આજે સવારે 30મી વખત માઉન્ટ એવરેસ્ટ સર કર્યું છે. આ સાથે ફરી એકવાર તેણે પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. ઉલ્લેખનીય છે કે શેરપાએ પ્રથમ વખત 1994માં 24 વર્ષની ઉંમરે આ શિખર સર કર્યું હતું.
પોતાના જ રેકોર્ડ તોડીને ઈતિહાસ રચ્યો
- Advertisement -
કહેવાય છે ને કે જો હિંમત હોય તો વ્યક્તિ શું નથી કરી શક્તી. આનો પુરાવો આપતા નેપાળના ‘એવરેસ્ટ મેન’ તરીકે પ્રખ્યાત પીઢ પર્વતારોહક 54 વર્ષીય કામી રીટા શેરપાએ આજે 29મી વખતના પોતાના જ રેકોર્ડને તોડીને એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેણે 30મી વખત માઉન્ટ એવરેસ્ટ પર ચઢીને પોતાનો જ અગાઉનો રેકોર્ડ તોડ્યો હતો. આ અંગે માહિતી આપતા નેપાળ સરકારના એક અધિકારીએ અભિનંદન પાઠવ્યા હતા. નોંધનીય છે કે કામી રીટા શેરપા એક જ મહિનામાં બે વખત માઉન્ટ એવરેસ્ટ પર ચઢી ચૂક્યો છે. માઉન્ટ એવરેસ્ટ પર ચઢવાની સીઝન હમણાં જ શરૂ થઈ છે.
30મી વખત માઉન્ટ એવરેસ્ટ ફતેહ કર્યું
54 વર્ષીય શેરપાએ ગયા વસંતઋતુમાં એક સપ્તાહમાં બે વાર 8,848.86-મીટર શિખર પર ચઢ્યા હતા. જે તેઓ 28મી વખત એવરેસ્ટ ચઢ્યા હતા. કામી રીટા એ પર્વતારોહક છે જેણે સાગરમાથાના સૌથી ઊંચા શિખરના 71 વર્ષના લાંબા ઈતિહાસમાં વિશ્વના સૌથી ઊંચા શિખર પર સૌથી વધુ વખત ચઢવાનો રેકોર્ડ બનાવ્યો છે. તેણે સૌપ્રથમ 1994માં વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ પર ચઢ્યો હતો. તે પછી એવરેસ્ટ મેનને દર વર્ષે સફળતા મળી છે.