આજે હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી (INC)ના પ્રાથમિક સભ્યપદમાંથી તાત્કાલિક અસરથી રાજીનામું આપું છું….
લોકસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્ર કોંગ્રેસને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, બાબા સિદ્દીકીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. આ અંગે તેમને ખુદ પોતાના X આઈડી પર લખ્યું કે, આજે હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી (INC)ના પ્રાથમિક સભ્યપદમાંથી તાત્કાલિક અસરથી રાજીનામું આપું છું. મહત્વનું છે કે, બાબા ઝિયાઉદ્દીન સિદ્દીકી તેમની ભવ્ય ઈફ્તાર પાર્ટીઓ માટે જાણીતા છે. આ ઈફ્તાર પાર્ટીઓમાં સલમાન ખાન અને શાહરૂખ ખાન સહિતના સેલેબ્સ હાજરી આપે છે .
- Advertisement -
શું કહ્યું બાબા ઝિયાઉદ્દીન સિદ્દીકી ?
બાબા સિદ્દીકીએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, હું યુવા કિશોર તરીકે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીમાં જોડાયો હતો અને તે 48 વર્ષ સુધીની મહત્વપૂર્ણ યાત્રા રહી છે. આજે હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી (INC) ના પ્રાથમિક સભ્યપદમાંથી તાત્કાલિક અસરથી રાજીનામું આપું છું. હું ઘણું બધું કહેવા માંગુ છું, પરંતુ જેમ કહેવામાં આવે છે તેમ કેટલીક વસ્તુઓ ન કહેવાયેલી છોડી દેવી વધુ સારી છે..આ પ્રવાસનો હિસ્સો બનેલા દરેકનો હું આભાર માનું છું.
I joined the Indian National Congress party as a young teenager and it has been a significant journey lasting 48 years. Today I resign from the primary membership of the Indian National Congress Party @INCIndia with immediate effect. There’s a lot I would have liked to express…
— Baba Siddique (@BabaSiddique) February 8, 2024
- Advertisement -
ઈફ્તાર પાર્ટીઓ માટે પ્રખ્યાત બાબા સિદ્દીકી
બાબા ઝિયાઉદ્દીન સિદ્દીકી ખાસ કરીને તેમની ભવ્ય ઈફ્તાર પાર્ટીઓ માટે હેડલાઇન્સમાં આવે છે. આ ઇફ્તાર પાર્ટીમાં સલમાન ખાન અને શાહરૂખ ખાન સહિતના સેલેબ્સ હાજરી આપે છે. બાબા સિદ્દીકી વિશાળ ઇફ્તાર પાર્ટીઓનું આયોજન કરવા અને ફિલ્મ અને ટેલિવિઝન ઉદ્યોગના સૌથી મોટા સ્ટાર્સને એક છત નીચે લાવવા માટે જાણીતા છે.
કોંગ્રેસ માટે સૌથી મોટો ફટકો
મિલિંદ દેવરા પછી બાબા સિદ્દીકી પાર્ટી છોડનારા બીજા મોટા કોંગ્રેસી નેતા બન્યા છે. થોડા દિવસો પહેલા એવા સમાચાર પણ સામે આવ્યા હતા કે, મુંબઈના બાંદ્રા ઈસ્ટના પૂર્વ ધારાસભ્ય બાબા સિદ્દીકી અજિત પવારની આગેવાની હેઠળના NCP જૂથમાં જોડાઈ શકે છે.