બોલિવુડના જાણીતા અભિનેતા વિક્રમ ગોખલેનું મુંબઈની હોસ્પિટલમાં નિધન થતા ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી હતી.
બોલિવુડના જાણીતા અભિનેતા વિક્રમ ગોખલેનું 82 વર્ષની વયે પુણેમાં અવસાન થયું છે. બોલિવુડે એક ઉમદા કલાકાર ગુમાવ્યાં છે. હમ દિલ દૈ ચૂકે સનમમાં ઐશ્વર્યાના પિતાની ભૂમિકા ભજવનાર જાણીતા અભિનેતા વિક્રમ ગોખલનું 82 વર્ષની વયે પુણેમાં અવસાન થયું છે. તેઓ ઘણા સમયથી બીમાર હતા અને મુંબઈની હોસ્પિટલમાં દાખલ થયા હતા.
- Advertisement -
જીવતા હતા ત્યારે ફેલાઈ નિધનની અફવા
ઉલ્લેખનીય છે કે હજુ બે દિવસ પહેલા વિક્રમ ગોખલેના નિધનની અફવા ફેલાઈ હતી ત્યારે તેમની પુત્રીએ ટ્વિટ કરીને નિધનને અફવાને રદિયો આપતા કહ્યું હતું કે તેમના પિતા હજુ જીવે છે.
Maharashtra | Veteran Actor Vikram Gokhale passes away in Pune.
(File Pic) pic.twitter.com/bnLFbRyYnm
- Advertisement -
— ANI (@ANI) November 26, 2022
આજે પુણેમાં થશે અંતિમ સંસ્કાર
દિવંગત ગોખલેના આજે પુણેમાં અંતિમ સંસ્કાર કરી દેવાશે.
1971 માં 26 વર્ષની ઉંમરે અભિનયની શરૂઆત
વિક્રમ ગોખલેએ 1971 માં 26 વર્ષની ઉંમરે અભિનયની શરૂઆત કરી હતી. તેમની પહેલી ફિલ્મ બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન સાથે હતી, જેનું નામ હતું પરવાના. વિક્રમ ગોખલે બ્લોકબસ્ટર ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’ માટે જાણીતા છે. આ ફિલ્મમાં તેણે ઐશ્વર્યા રાય બચ્ચનના પિતાનો રોલ કર્યો હતો. આ ઉપરાંત અગ્નિપથ અને ખુદા ગવાહમાં પણ તેમને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા.