અંતાક્ષરી, ફન ગેમ્સ, ટ્રેઝર હન્ટ, ડમ્બ ચેરેડ્સ, ફન ક્વીઝ, ડીજે નાઈટ, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.5
જૂનાગઢ વેટરનરી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વેટ રંગત-2025 વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેનાં અંતર્ગત અંતાક્ષરી કાર્યક્રમ, ફન ગેમ્સ, ટ્રેઝર હન્ટ, ડમ્બ ચેરેડ્સ, ફન ક્વીઝ, ડીજે નાઈટ યોજાય હતી તેમજ સાંજે ઇનામ વિતરણ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતુ અને સમારોહના અધ્યક્ષ કુલપતિશ્રી ડો. પી.એચ. ટાંક અને મુખ્ય મહેમાન અક્ષય જોષી, આઈએફએસ, ડીસીએફ, જૂનાગઢ તથા અતિથી વિશેષ મહેમાન ડો. એચ. ડી. રાંક, આચાર્ય અને ડીન, કૃષિ ઈજનેર મહાવિદ્યાલયના ઉપસ્થિત રહ્યા હતા. જયારે પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર સ્પર્ધકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યા તથા મહાવિદ્યાલય વાર્ષિક અહેવાલ-2025, કોલેજ મેગીઝીન-2025, પશુપાલકો માટે ઉપયોગી પત્રિકાઓનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.
- Advertisement -
ગુજરાત રાજ્યમાં ગાંધીનગર ખાતે કામધેનુ યુનિવર્સિટી વર્ષ 2021થી કાર્યરત છે. આ યુનિવર્સિટી અંતર્ગત વેટરનરી, ફિશરીઝ અને ડેરી સાયન્સ કોલેજ અને પોલીટેકનીક અભ્યાસક્રમનો સમાવેશ કરવામાં આવે છે. વેટરનરી કોલેજ ખાતે આચાર્ય અને ડીન પદે 14 વર્ષ સુધી કાર્યભાર સંભાળતા ડો. પી. એચ. ટાંકને તાજેતરમાં કુલપતિ પદે નિયુક્તિ મળતાં જૂનાગઢ ખાતે તેઓનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ. કુલપતિ ડો પી.એચ. ટાંક એ પદભાર સંભાળતા સૌરાષ્ટ્રનાં પશુપાલકો, વિધાર્થીગણ અને સ્ટાફગણમાં ઉત્સાહનો સંચાર થયેલ અને ભવિષ્યમાં પશુપાલન, ડેરી અને મત્સ્યપાલન ક્ષેત્રે વધુ સારી રીતે પ્રગતી થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.



