લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા શરૂ: રાજનાથ સિંહે કહ્યું- જો પાકિસ્તાન ફરી ઊંચુ-નીચું થશે તો ઓપરેશન સિંદૂર ફરી ચલાવાશે: PM મોદીએ સેનાને ખુલી છૂટ આપી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
રક્ષા મંત્રી રાજનાથ સિંહે બપોરે 2:05 વાગ્યે ઓપરેશન સિંદૂર પર ચર્ચા શરૂ કરી. તેમણે કહ્યું- સૌ પ્રથમ, હું તમામ પક્ષોનો આભાર માનવા માંગુ છું કે તેઓ ઓપરેશન સિંદૂરની સફળતા અંગે ચર્ચા કરવા માટે તૈયાર છે. હું તે સૈનિકોને સલામ કરું છું જેમણે ભારતની એકતા અને અખંડિતતા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું.
રાજનાથ સિંહે કહ્યું- ઓપરેશન સિંદૂર હાથ ધરવા માટે અમે ઘણી બાબતો પર વિચાર કર્યો. પાકિસ્તાનના સામાન્ય લોકોને કોઈ નુકસાન ન થાય તેની કાળજી લેવામાં આવી. અમે પાકિસ્તાનના 9 આતંકવાદી સ્થળોને ચોકસાઈથી નષ્ટ કર્યા. 100થી વધુ આતંકવાદીઓ, ટ્રેનર્સ, હેન્ડલર્સ માર્યા ગયા.
સોમવારે લોકસભામાં સવારે વિપક્ષના હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. જઈંછ મુદ્દા પર વિપક્ષના હોબાળાને કારણે આજે ગૃહ 3 વાર સ્થગિત કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ કહ્યું- સંસદ આ રીતે ચાલશે નહીં. તેમાં સૌની સર્વસંમતિ હોય છે. જ્યારે બધાએ નક્કી કર્યું કે ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવામાં આવશે. ચર્ચાના 10 મિનિટ પહેલા અચાનક શરતો મુકવી યોગ્ય નથી. તમે પહેલા આ માંગ કરી રહ્યા હતા, હવે તમે ચર્ચાથી ભાગી રહ્યા છો. આ વિશ્ર્વાસઘાત છે. કોંગ્રેસ પાર્ટી અને વિપક્ષે તેમના વચનથી પલટી મારી છે.
સંસદમાં વક્તાઓની યાદીમાં પોતાનું નામ ન હોવા અંગે કોંગ્રેસના સાંસદ શશી થરૂરે પ્રતિક્રિયા આપી છે. મીડિયા દ્વારા પૂછવામાં આવતા તેમણે કહ્યું કે આ એક મૌન વ્રત…મૌન વ્રત…. ખરેખરમાં, છેલ્લા કેટલાક દિવસોમાં, સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે પહેલગામ હુમલા અને ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવા માટે એક સમજુતી થઈ હતી. ત્યારબાદ, એવી અટકળો ચાલી રહી હતી કે કોંગ્રેસ વતી બોલતા નેતાઓમાં શશી થરૂરનું નામ સામેલ કરવામાં આવશે, પરંતુ કોંગ્રેસે આજે ગૃહમાં બોલનાર 6 નેતાઓની યાદી જાહેર કરી છે, જેમાં તેમનું નામ સામેલ નથી.
સંસદના ચોમાસુ સત્રના છઠ્ઠા દિવસે, સોમવારે લોકસભામાં પહેલગામ હુમલા અને ઓપરેશન સિંદૂર પર 16 કલાક લાંબી સતત ચર્ચા થશે. ઙખ મોદી સંસદ પહોંચ્યા હતા. રક્ષા મંત્રી રાજનાથ સિંહ ચર્ચાની શરૂઆત કરી. ગૃહ મંત્રી અમિત શાહ અને વિદેશ મંત્રી જયશંકર પણ વિપક્ષના પ્રશ્ર્નોના જવાબ આપશે. પીએમ મોદી પણ ચર્ચામાં સામેલ થઈ શકે છે. વિપક્ષ વતી, અને લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સપા વડા અખિલેશ યાદવ અને અન્ય સાંસદો સરકારને સવાલ પૂછશે. ચોમાસા સત્રના પહેલા દિવસથી જ વિપક્ષના સાંસદો પહેલગામ હુમલો, ઓપરેશન સિંદૂર અને ટ્રમ્પના યુદ્ધવિરામના દાવા પર સરકાર પાસેથી જવાબો માંગી રહ્યા છે.
- Advertisement -
રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, હું લગભગ 40 વર્ષથી રાજકારણમાં છું. મેં ક્યારેય પક્ષીય રાજકારણને દુશ્ર્મનાવટભર્યું નથી જોયું. હું વિપક્ષને કહેવા માંગુ છું કે ભલે અમે આજે સત્તામાં છીએ, તો પણ કાયમ સત્તામાં રહીશું નહીં. જનતાએ એક સમયે અમને વિપક્ષમાં રહેવાની જવાબદારી સોંપી હતી, અને અમે તે પૂર્ણ કરી છે. જ્યારે ચીન સાથેના યુદ્ધના દુ:ખદ પરિણામો આવ્યા, ત્યારે અમે પૂછ્યું કે બીજા દેશે અમારી જમીન પર કબજો કેમ કર્યો? અમારા સૈનિકો કેમ માર્યા ગયા? ત્યારે અમે મશીનોની નહીં પણ પ્રદેશની ચિંતા કરી. અમે ત્યારે લશ્ર્કરી અને રાજકીય નેતૃત્વની પ્રશંસા કરી હતી. અટલજીએ સંસદમાં ઉભા થઈને નેતૃત્વની પ્રશંસા કરી હતી. અમે પૂછ્યું ન હતું કે ભારતના કેટલા સાધનોનો નાશ થયો હતો.
વધુમાં તેમણે ઉમેર્યું કે, પાકિસ્તાનની આ ઓફરનો સ્વીકાર એ ચેતવણી સાથે કરવામાં આવ્યો કે ઓપરેશન મુલતવી રાખવામાં આવ્યું નથી, તે ફક્ત રોકવામાં આવ્યું છે. જો પાકિસ્તાન કંઈપણ શરૂ કરે છે, તો ઓપરેશન ફરી શરૂ કરી શકાય છે. 12 મેના રોજ બંને દેશોના ડીજીએમઓ વચ્ચે વાતચીત થઈ હતી અને સંઘર્ષ રોકવા માટે એક સહમતિ થઈ હતી.
રાજનાથ સિંહે કહ્યું- અમારી કાર્યવાહી સંપૂર્ણપણે સેલ્ફ ડિફેન્સમાં હતી. તે ઉશ્ર્કેરણીજનક કાર્યવાહી નહોતી. પાકિસ્તાને ઇલેક્ટ્રોનિક વોરફેયરનો આશરો લીધો. તેમના નિશાને એરપોર્ટ સહિત ઘણા ઠેકાણા હતા. ભારતે આ બધાને નિષ્ફળ બનાવ્યા. પાકિસ્તાન ભારતની કોઈ પણ ઠેકાણા પર કબજો મેળવી શક્યું નહીં. ભારતે પાકિસ્તાનના દરેક હુમલાને નિષ્ફળ બનાવ્યો. પાકિસ્તાનની તુલનામાં અમારી કાર્યવાહી મજબૂત અને અસરકારક હતી.
આપણી મૂળ પ્રકૃતિ બુદ્ધની છે, યુદ્ધની નહીં: રાજનાથ સિંહ
2015માં મોદીજી પાકિસ્તાન ગયા હતા અને મિત્રતાની વાત કરી હતી. આપણી મૂળ પ્રકૃતિ બુદ્ધની છે, યુદ્ધની નહીં. હવે આપણી સરકારનું વલણ ખૂબ જ સ્પષ્ટ છે કે આતંકવાદ અને વાતચીત એકસાથે ચાલી શકે નહીં. જે દેશમાં લોકશાહીનો કોઈ કણ નથી, જ્યાં ધાર્મિક કટ્ટરતા છે, જ્યાં ગોળીઓનો અવાજ ગુંજી રહ્યો છે, ત્યાં તેમની સાથે કોઈ વાતચીત થઈ શકતી નથી. પાકિસ્તાન આતંકવાદની નર્સરી છે.