આગામી દિવસોમાં રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે
ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં છેલ્લા ઘણા વર્ષોથી દાંડિયા રાસના કલાસીસ ચલાવતા શ્રી દાંડિયા ક્લાસીસના સભ્યોની ટીમએ તાજેતરમાં યોજાયેલ ગીર સોમનાથ જિલ્લા કક્ષાની રાસ ગરબા હરિફાઈમાં ભાગ લીધો હતો.જેમાં પ્રથમ સ્થાન મેળવી શહેર તેમજ સમાજનું ગૌરવ વધાર્યું છે.ત્યારે હવે આ ટીમ આગામી સમયમાં રાજ્ય કક્ષાએ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે અને રાજ્ય કક્ષાએ પ્રથમ આવે તેમાટે શુભેચ્છકો દ્વારા અભિનંદન પાઠવામાં આવ્યા છે.
જિલ્લા કક્ષાની રાસ ગરબા હરિફાઈમાં વેરાવળની ટીમ વિજેતા
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2023/10/જિલ્લા-કક્ષાની-રાસ-ગરબા-હરિફાઈમાં-વેરાવળની-ટીમ-વિજેતા-ફોટો-છે-860x346.jpg)