ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળ એસટી ડેપોમાં જૂની બસોના કિલોમીટર પૂર્ણ થતાં નવી બસો માટે અરજી કરવામાં આવી હતી.જેને પગલે ગતરોજ સોમનાથ – ઓખા ,વેરાવળ- ગાંધીનગર વાયા તાલાલા, ગાંધીનગર – વેરાવળ વાયા તાલાલા તેમજ સોમનાથ – જામનગર વાયા પોરબંદર તેમ કુલ 4 નવી બસ વેરાવળ ડેપોને ફાળવવામાં આવી હતી.જેનું લોકાર્પણ તાલાલાનાં ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, ઇન્ચાર્જ ડેપો મેનેજર દયારામભાઇ મેસવાડિયા અને ઉપસ્થિત યુનિયના સભ્યો અને એસટી કર્મીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.આ તકે ધારાસભ્યએ ઉપસ્થિત વિદ્યાર્થીઓને સરકારની આ સુવિધાનો યોગ્ય ઉપયોગ કરવા તેમજ જાળવણી કરવાં જણાવ્યું હતું અને સફાઈની પણ તકેદારી રાખવા વિદ્યાર્થીઓ તેમજ એસટી તંત્રને આહવાન કર્યું હતું.
વેરાવળ એસટી ડેપોને 4 બસ ફાળવવામાં આવી, ધારાસભ્યએ નિરીક્ષણ કરી ખુલ્લી મૂકી
