DEO એમ.પી.બોરિચાના અધ્યક્ષસ્થાને વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
- Advertisement -
ગીર સોમનાથ જિલ્લાની સરકારી બોય્ઝ હાઈસ્કૂલ વેરાવળમાં ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 71.74% જેટલું પરિણામ આવતાં જિલ્લા શિક્ષણાધિકારી એમ.પી.બોરિચાના અધ્યક્ષસ્થાને ઉચ્ચ મેરિટથી પાસ થયેલા વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. શાળાના આચાર્ય વી.બી.ખાંભલા અને મહાનુભાવો દ્વારા વાઘેલા આદિત્ય (99.63%), ધારેચા રોહિત (97.18%), પરમાર રોહિત (95.33%), રાઠોડ મયુર (95.33%), વાયલુ આદિત્ય (88.45%) એમ વિજ્ઞાન પ્રવાહમાં એક થી પાંચમાં ક્રમના વિદ્યાર્થીઓને ગુણપત્રક સાથે શૈક્ષણિક કીટ આપીને સન્માનિત કરાયાં હતાં.
વધુમાં, રોટરી ક્લબ દ્વારા ઉત્તમ પરિણામ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને એક્ઝીક્યૂટિવ ફાઈલ, પેન, પેડ સહિતની શૈક્ષણિક કિટ આપી ઉત્સાહ વધારવામાં આવ્યો હતો. સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં સરકારી બોય્ઝ સ્કૂલનું 71.74% ઉચ્ચ પરિણામ આવ્યું છે. આ ઝળહળતી સફળતા બદલ સ્કૂલ ડેવલપમેન્ટ સમિતિ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ બોય્ઝ સ્કૂલના પ્રિન્સિપાલ વી.બી.ખાંભલાની કામગીરીને બીરદાવતાં સન્માનિત કરવામાં આવ્યાં હતાં.