સરકારે ડીઝલ સસ્તું કરે તો જ માછીમારી ઉદ્યોગ બચાવી શકાય
ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળ બોટ એસોશિએશનના પ્રમુખ તુલસીભાઈ ગોહેલના જણાવ્યા અનુસાર છેલ્લા ત્રણ વર્ષથી કોરોના બાદ ફિશ ઉદ્યોગને ભારે નુકશાની અને મંદિનો સામનો કરવો પડ્યો છે. ડિઝલના ભાવ આસમાને ચડતા પહેલા 65 રૂપિયાનું પડતું હતું તે હવે માછીમારોને 4 રૂ. મોંઘું 97 રૂ.નું પડે છે.
- Advertisement -
એક ટ્રોલર બોટ દીઠ સાડા ચાર લાખનો ખર્ચ થાય છે જેમાં અત્યારે દોઢ લાખની નુકશાની માછીમાર સમાજ ને થાય છે. જેના કારણે બોટ માલિકોએ 20 ટકા બોટ ફિશિંગમાં બંધ કરી દીધી છે. દરિયામાં મળતી સુરમાની માછલી વધારે મળે છે તેમ આંતરરાષ્ટ્રીય બજારોમાં ભાવ 20 ટકા ઓછો થઈ ગયો છે જે મોટો ફટકો એક્સપોર્ટરો અને માછીમાર સમાજને લાગ્યો છે. મોટા મોટા સ્ટોરેજ ગોડાઉનમાં માછલીનો ભરાવો થઈ રહ્યો છે.એક્સપોર્ટ ઘટ્યું છે.