ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.16
વેરાવળ બાર એસોસિએશનના પ્રમુખ એસ એન સવાણીની આગેવાનીમાં મીટીંગ મળેલી જેમાં જામનગરના એડવોકેટ હારુનભાઈ પેલાજી ની જાહેરમાં હત્યા કરવામાં આવેલ હોય જે સંદર્ભે ગુનેગારોને પકડી કાયદેસરની કાર્યવાહી વેરાવળ ના તમામ એડવોકેટેડ એકસાથે સુર પુરાવી ન્યાય ન મળે તો જલદ આંદોલનની ચીમકી એક દિવસની કોર્ટની તમામ કાર્યવાહીથી અવળા રહી વિરોધ નોંધાવી એડવોકેટ પ્રોટેક્શન એકેડ કે જે હાલ ઘણા વર્ષથી માંગણી હોય અને તે મંજૂર કરવા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી, કાયદા મંત્રી ઋષિકેશભાઈ પટેલ, તેમજ ગીર સોમનાથ જિલ્લા કલેકટરને સંબોધીને વેરાવળ નાયબ કલેકટરને આક્રોશભેર આવેદન સુપ્રુત કરવામાં આવેલ.
વેરાવળ બાર એસોશિયનના પ્રમુખ એસ એન સવાણી, પૂર્વ પ્રમુખ રીતેષભાઈ પંડ્યા, તેજશભાઈ પંડીયા, સિનિયર એડવોકેટ અશ્વિનભાઈ થાનકી, પૂર્વ ઉપપ્રમુખ ગણત્રા, કે આઈ ચંદનાણી, ગીરધારીભાઈ ચંદનાણી, રાજુભાઈ દરી, ભાવિન રૂપારેલ, કે. એચ રાઠોડ, એ પી ચોમલ, ચાવડા, રાજુભાઈ ચાવડા, વિ કે ધોળીયા, સહિતના સમગ્ર કારોબારી સભ્યો, વકીલમિત્રોએ ગુનેગારોને પકડી કાર્યવાહી કરવા એક સુરે માંગણી કરતા આવેદનપત્ર આપેલ હોવાનું અનિષ રાચ્છની અખબરી યાદી દ્વારા જણાવાયું છે.