ગટર ના ઢાંકણા નથી કોઈ સાફ સફાઈ નથી, રોડ પણ ગાડાવાડને શરમાવે તેવા, ચારેય બાજુ ગંદકીનું સામ્રાજય જોવા મળી રહ્યું છે જેના પરિણામે ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે જેના કારણે વોર્ડ માં વસ્તા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વોર્ડ માં સુવિધાઓના નામે શુન્ય જોવા મળી રહ્યું છે. મોટો ભષ્ટાચાર ની ગંદ આવી રહી છે છતાં તંત્રની બેદરકારી કેટલી હદે જોવા મળી. નગરપાલિકામાં બેસેલ સત્તાધિશોને પણ આ વોર્ડમાં રહેતા લોકો માટે સમય નથી. બે બાકળું બનેલ તંત્ર જાગશે ખરૂં?
જાવીદ ચૌહાણ દ્વારા:ગીર સોમનાથ
વેરાવળ શહેરના સૌથી મોટા વોર્ડ સમાન વોર્ડ નં.૫- ૬ મા જાણે કોઈ રહેતું ન હોય તેમ તમામ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે આ વોર્ડ માં સુવિધાઓના નામે શુંન્ય જોવા મળી રહ્યું છે રોડ છે પણ ગાડાવાડને શરમાવે તેવા ગટર છે પણ ઉપર ઢાંકણા નથી કે ગટરની કોઈ સાફ સફાઈ નથી ચારેય બાજુ ગંદકીનું સામ્રાજય જોવા મળી રહ્યું છે જેના પરિણામે ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે જેના કારણે વોર્ડ માં વસ્તા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સ્માર્ટ સિટીના સપના જોનાર રહીશો એક સારો સિમેન્ટ રોડ નસીબ નથી થવા પામ્યો કેટલાક વિસ્તારોમાં રોડ બન્યા થોડાક જ સમયમાં બ્લોક અને રોડનું તાલમેલ ના રહેતા બ્લોક નીકળીને રોડ ઉપર આવી ગયા જેમાં મોટો ભષ્ટાચાર ની ગંદ આવી રહી છે છતાં તંત્રની બેદરકારી કેટલી હદે જોવા મળી કે ખુલ્લી ગટરોમાં પડી જતા મોટી દુર્ઘટના સમય રહેતા ટળેલ હતી છતાં તંત્ર તેની કોઇ દરકાર નથી આટલું જ નહીં તંત્ર દ્વારા ક્યારેય ડીડીટી જેવા જંતુનાશકનો છટકાવ પણ કરવામાં ન આવતા ડેન્ગ્યુ મેલેરીયા જેવી બીમારીઓનું ભય તોડાઈ રહ્યો છે આંખે પટ્ટી બાંધેલ તંત્રએ સૌથી વધારે હદ તો ત્યારે કરી નાખી કે જ્યારે મોઢું જોઈ ટીલા કરવા જેવી નિતીથી નગર સેવક અને આગેવાનોના ઘર પાસે રોડ બનાવી નાખ્યા અને જનતા ભગવાન ભરોસે રજળતી મૂકી દીધી થોડા સમય પહેલાં જ આ વોર્ડની પેટા ચૂંટણીમાં હાથ જોડી વોટ માંગવા નીકળે નગરસેવક જીતી ગયા બાદ ગોઇતા જળતા નથી જ્યારે બીજી બાજું નગરપાલિકામાં બેસેલ સત્તાધિશોને પણ આ વોર્ડમાં રહેતા લોકો માટે સમય ન હોય અને આ વિસ્તારમાં જાણે કોઈ વસ્તુ નથી તેવી પરિસ્થિતિ ઉપજવા પામેલ છે
“આ ઉપરાંત વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા આપવામાં આવતું પાણી એટલી હદે ગંદુ અને દૂષિત પાણી આવે છે હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે આ ગંદુ ૧% પણી પીવા લાયક નથી આ ગંદા પાણીનો ઉપયોગ
વેરાવળ સોમનાથ ની પ્રજા હાલાકી ભોગવી રહી છે આ ગંદા પાણી નો ઉપયોગ શહેરીજનો ના આરોગ્ય સાથે ગંભીર પરિણામો આવે તો નવાઈ નહિ
બે બાકરૂ બનેલ તંત્ર જાગશે ખરૂં
ચૂંટણી સમયે હાથ જોડી મત માંગનારા નગરસેવકો જનતાને કેમ ભૂલી ગયા.