ખાસ-ખબર સંવાદદાતા
શુક્ર ગ્રહ પોતાની ઉચ્ચ રાશિ છોડીને મેષમાં આવી ગયો છે. જેના દ્વારા દેશ-દુનિયામાં મોટા ફેરફાર થશે. આ ગ્રહની શુભ-અશુભ અસર લવ લાઇફ, રૂપિયા, એશ્વર્ય, આનંદ, મકાન, વાહન, ઘરેણાં, કોસ્મેટિક સામાન વગેરે મામલાઓ ઉપર થાય છે. તેની શુભ અસરથી આ બધાં જ સુખ મળે છે. ત્યાં જ, અશુભ અસરથી ફાલતૂ ખર્ચ થાય છે અને તેને લગતા સુખમાં ઘટાડો આવી શકે છે. શુક્રના શુભ પ્રભાવના કારણે 12માંથી 5 રાશિઓને ધનલાભ અને સ્ત્રી સુખ મળશે.
મકર સહિત 5 રાશિઓ માટે શુભ સમય
શુક્રની ગતિમાં ફેરફાર થવાથી મેષ, મિથુન, સિંહ, ધન અને મકર રાશિના લોકો માટે સમય સારો રહેશે. આ 3 રાશિના નોકરિયાત અને બિઝનેસ કરનાર લોકોને ફાયદો થઈ શકે છે. કામકાજના વખાણ થશે અને આગળ વધવાની તક મળશે. કિસ્મતનો સાથ મળશે, દુશ્મનો ઉપર વિજય મળશે. લવ લાઇફ અને લગ્નજીવનમાં સુખ મળશે.
- Advertisement -
વૃષભ, કુંભ અને મીન રાશિના લોકો માટે મિશ્રિત સમય
શુક્રના રાશિ પરિવર્તનથી વૃષભ, કુંભ અને મીન રાશિના લોકો માટે મિશ્રિત સમય રહેશે. આ રાશિના લોકોના સ્વાસ્થ્યમાં સુધાર થશે પરંતુ રોજિંદા કાર્યોમાં વિઘ્ન આવી શકે છે. રૂપિયા ખર્ચ થઈ શકે છે. લગ્નસુખમાં ઘટાડો આવી શકે છે. પાર્ટનરશિપના મામલે મુશ્કેલીઓ વધી શકે છે. બિઝનેસના જરૂરી નિર્ણય સમજી-વિચારીને લેવા પડશે.
કર્ક, ક્ધયા, તુલા અને વૃશ્ચિક રાશિના લોકો માટે અશુભ
શુક્રના રાશિ બદલવાથી કર્ક, ક્ધયા, તુલા અને વૃશ્ચિક રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. આ રાશિના લોકોના ફાલતૂ ખર્ચ વધી શકે છે. લગ્ન સુખમાં ઘટાડો આવી શકે છે. રહસ્યની વાત ઉજાગર થઈ શકે છે. મહેનત વધશે. અપોઝિટ જેન્ડરના લોકો સાથે સંબંધ ખરાબ થઈ શકે છે. વિવાદ અને દોડ-ભાગ પણ વધી શકે છે.
મેષ- વિજાતીય આકર્ષણ વધે. આવકના સ્ત્રોત વધે. નવા કાર્યો માટે આનંદમાં વધારો થાય.
- Advertisement -
વૃષભ- નોકરિયાત વર્ગને મનપસંદ જગ્યાએ બદલી સાથે પ્રમોશન મળી શકે. વિદેશથી શુભ સમાચાર મળે.
મિથુન- શેરબજારમાં ધન પ્રાપ્તિ થઈ શકે. વડીલો સાથે બગડેલા સંબંધો સુધરે. વ્યસનો પાછળ ખર્ચા વધી શકે.
કર્ક- કર્મક્ષેત્ર શુભ સમય. માનસિક શાંતિમાં વધારો થાય. મકાન-વાહન, ઝવેરાતના સુખમાં વધારો થાય. માતા સાથે બગડેલા સંબંધો સુધરે.
સિંહ- સાહસ કરવાથી નવા નવા કાર્યમાં સફળતા સારી મળે. શુભ સમાચાર મળે.
ક્ધયા- ધનપ્રાપ્તિના યોગ બને. વાણીમાં મીઠાશ આવે. માંગલિક કાર્ય આવી શકે.
તુલા- લગ્નોત્સુક યુવક યુવતીના સંબંધો થઈ શકે. સામાજિક ક્ષેત્રે માન-સન્માન યશ મળી શકે.
વૃશ્ચિક- નોકરી ઉત્સુક યુવાનોને નોકરી મળવાની તક
ધન- યંગસ્ટર માટે રોમેન્ટિક સમય ગણાવી શકાય. ભાષાકીય જ્ઞાન શીખવા સમજવા માટે ઉત્તમ સમય.
મકર- સાચા હ્રદયની શાંતિ મળે. માતાથી શુભ સમાચાર. નવી તકોનું સર્જન થઈ શકે.
કુંભ- માર્કેટિંગના વ્યક્તિઓ માટે ગોલ્ડન સમય. ધાર્મિક કાર્યોમાં સમય વધુ વપરાય.
મીન- આવક પ્રાપ્તિના અનેકવિધ રીતે યોગ પ્રબળ થઈ શકે. લાંબા સમયથી અટવાયેલા વીલ વારસના પ્રશ્નો હલ થાય.