140 વાહનોની હરરાજીમાં 19.27 લાખ રૂપિયાની આવક થઈ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.12
- Advertisement -
ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકના પરેડ ગ્રાઉન્ડ ખાતે ધ્રાંગધ્રા ડિવિઝન હેઠળ આવતા ધાંગધ્રા સિટી, તાલુકા, બજાણા, પાટડી, ઝીંઝુવાડા તથા દસાડા સહિત કુલ છ પોલીસ મથકોમાં વિવિધ ગુનાઓમાં પકડાયેલા તથા કબજે કરાયેલા વાહનોની જાહેર હરાજી યોજાઈ હતી. આ જાહેર હરાજીમાં કુલ 130 ટુ-વ્હીલર, 10 થ્રી-વ્હીલર અને 8 ફોર-વ્હીલર એમ કુલ 148 વાહનો મૂકવામાં આવ્યા હતા. હરાજી પ્રક્રિયામાં ગુજરાત રાજ્યના વિવિધ શહેરોમાંથી 100થી વધુ વેપારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. હરાજી દરમિયાન વાહનો માટે કુલ રૂ. 19,27,000/- (ઓગણીસ લાખ સત્તાવીસ હજાર રૂપિયા) ની સફળ બોલી મળી હતી, જેનાથી સરકારી ખજાનામાં આવક પ્રાપ્ત થઈ છે. સમગ્ર હરાજી પ્રક્રિયા નિયમસર, સંપૂર્ણ પારદર્શક રીતે તેમજ પોલીસ અધિકારીઓની કડક દેખરેખ હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ગુનાઓમાં કબજે કરાયેલ વાહનોનો સમયસર નિકાલ કરી સરકારી આવકમાં વધારો કરવો તેમજ પોલીસ મથકોમાં સંગ્રહિત મુદામાલનું ભારણ ઘટાડવા હેતુસર આ જાહેર હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું.



