ફિલ્મના ટીઝરનું પણ ચાહકો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત
ટ્રેલરની શરૂઆત વીર સાવરકરના અવાજથી થાય છે. તેઓ કહે છે, “આપણે બધાએ વાંચ્યું છે કે ભારતને અહિંસા દ્વારા આઝાદી મળી હતી. આ તે વાર્તા નથી.”
સ્વાતંત્ર્ય સેનાની અને દેશના પ્રખ્યાત ક્રાંતિકારી વીર સાવરકરના જીવન પર એક ફિલ્મ આવી રહી છે. આ ફિલ્મમાં રણદીપ હુડ્ડા મુખ્ય ભૂમિકામાં છે. આ સિવાય તે આ ફિલ્મનું નિર્દેશન પણ કરી રહ્યા છે. ફિલ્મના ટીઝરનું પણ ચાહકો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. હવે ફિલ્મનું ટ્રેલર પણ આવી ગયું છે.
- Advertisement -
ફિલ્મને લઇને પોતાના અભિગમને લઇને રણદિપ હુડ્ડાએ આ જવાબ આપ્યો
ટ્રેલર લોન્ચ પ્રસંગે, રણદીપ હુડ્ડાને આ ફિલ્મ પ્રત્યેના તેમના અભિગમ વિશે પૂછવામાં આવ્યું હતું. તેના જવાબમાં તેણે કહ્યું, “સૌથી પહેલા તો હું આ ફિલ્મ દ્વારા મારી જાતને છેતરવા નથી માંગતો. હું આવી કોઈ ફિલ્મ કરતો નથી. સામાન્ય રીતે હું આવી ફિલ્મો નકારું છું. પરંતુ જો હું કોઈ ફિલ્મ સાથે જોડાવુ તો છી હું મારા પાત્રને આત્મીયતાથી સ્વીકારું છું. હું એ પાત્રને સારી રીતે સમજું છું. અને આ કામ એક દિવસમાં થતું નથી. “તમારા કામને પ્રેમ કરવો એ ભગવાનને પ્રેમ કરવા જેવું છે.”
વીર સાવરકરના રોલમાં રણદીપ હુડા
ટ્રેલરની શરૂઆત વીર સાવરકરના અવાજથી થાય છે. તેઓ કહે છે, “આપણે બધાએ વાંચ્યું છે કે ભારતને અહિંસા દ્વારા આઝાદી મળી હતી. આ તે વાર્તા નથી.” આગળ, બે અંગ્રેજો વાત કરતા જોવા મળે છે અને તેઓ જે વ્યક્તિ વિશે વાત કરી રહ્યા છે તે ખતરનાક ગણાવવામાં આવે છે. ત્યાર બાદ વીર સાવરકરના રોલમાં રણદીપ હુડાની એન્ટ્રી થાય છે.
ટ્રેલરમાં આગળ, રણદીપ હુડ્ડા લોકોને 1857ની ક્રાંતિનું ઉદાહરણ આપીને અખંડ ભારત બનાવવાનું કહી રહ્યા છે. આ ફિલ્મમાં ટીવી અભિનેત્રી અંકિતા લોખંડે પણ છે. તેની ઝલક ટ્રેલરમાં પણ જોઈ શકાય છે. તે વીર સાવરકરની પત્નીનો રોલ કરી રહી છે. આ ટ્રેલર વીર સાવરકરની આઝાદી માટે લડતા, લોકોને પ્રેરણા આપતા અને તેમના જેલમાં જવાની વાર્તા કહે છે. આ ટ્રેલરમાં મહાત્મા ગાંધી, સુભાષ ચંદ્ર બોઝ, ભગત સિંહના પાત્રોને પણ સામેલ કરવામાં આવ્યા છે. જો કે, હાલ માત્ર આ જ ઝલક બતાવવામાં આવી છે. આ ફિલ્મ 22 માર્ચે રિલીઝ થઈ રહી છે.