ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.19
હાલ હોલિકા ઉત્સવ આવી રહ્યો છે જેમાં લાકડાનો ઉપયોગ એ પર્યાવરણીય સમસ્યા બની શકે તેમ છે આથી લોકો લાકડાનો ઉપયોગ ન કરે તે માટે આગામી તા. 24ના રોજ રાત્રે 9-30 કલાકે સ્વસ્તિક સ્કૂલ, ઘનશ્યામનગર મેઈન રોડ, કાલાવાડ રોડ, રાજકોટ ખાતે વૈદિક હોળી પ્રાગટ્યનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વસ્તિક સ્કૂલ લોકજાગૃતિ અભિયાન હેઠળ પર્યાવરણીય જાગૃતતા માટે વૈદિક હોળીનું અભિયાન ચલાવી રહી છે. આ હેતુથી અલગ અલગ ગૌશાળાને સ્વાવલંબિત બનાવવા તથા જે ગાયો દૂધ ન આપે તેના ગોબરમાંથી ગોબર સ્ટીક બનાવવામાં આવે છે આવી સ્ટીકનો ઉપયોગ વૈદિક હોળીમાં કરવામાં આવે છે. આ માટે સ્કૂલના ડાયરેકટર અલ્પેશભાઈ જોષી, જીતેશભાઈ આશ્નાની, ડેનિસ ભાલોડિયા, અમિત ઉપાધ્યાયનું માર્ગદર્શન મળ્યું હતું તેમજ શાળા પરિસરના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો જહેમત ઉઠાવશે.