27 જુલાઇથી 3 ઓગસ્ટ પુરોહિતો
અને બ્રહ્મચારીઓ વેદ પાઠ કરાવશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 201મી જન્મ જયંતિ અને આર્યસમાજની સ્થાપનાના 150 વર્ષ નિમિતે તેમજ રાજકોટ હાથીખાનામાં આર્યસમાજની સ્થાપનાના 50 વર્ષ નિમિતે વેદ સપ્તાહ અંતર્ગત યજુર્વેદ પારાયણ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ છે. 27 જુલાઇથી 3 ઓગસ્ટ સુધી દરરોજ સવારે 7:30થી 9:30 અને સાંજે 4:30થી 6:30 કલાક દરમિયાન આર્યસમાજ માર્ગ, માયાણીનગર, મ્યુ. આવાસ યોજના સામે આ મહાયજ્ઞ યોજાશે. જેમાં બ્રહ્મસ્થાને બિરાજમાન આચાર્ય, પુરોહિતો અને ઉપદેશક મહાવિદ્યાલય ટંકારાના બ્રહ્મચારિઓ વેદ પાઠ કરાવશે. 3 ઓગસ્ટને રવિવારના રોજ સવારે 8થી 12:30 કલાકે આર્શીવચન તેમજ આર્યસમાજના સભાસદ અને સદસ્યોના સંતાનોને પાછલા વર્ષના રીઝલ્ટના આધારે પારિતોષિક આપવામાં આવશે અને કાર્યક્રમની પૂર્ણાહૂતી જાહેર કરવામાં આવશે.
મહાયજ્ઞમાં સવાર તથા સાંજના યજમાન બનવા ઇચ્છતા ભાવિકોએ સાંજે 6થી 8 કલાક દરમિયાન આર્યસમાજ હાથીખાના કાર્યાલય, માયાણીનગર કાર્યાલય અથવા આર્ય ડેરી ફાર્મનો સંપર્ક કરવો. રાજકોટની ધર્મપ્રેમી જનતાને આ મહાયજ્ઞનો લાભ લેવા આર્યસમાજ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યુ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ નટવરસિંહ પરમાર, ઉપપ્રમુખ ભરતભાઇ આડેસરા, મંત્રી વિજયભાઇ બોરીચા, સહમંત્રી મૌલિકભાઇ ડોડિયા અને કોષાધ્યક્ષ વલ્લભભાઇ પિપરીયા જહેમત ઉઠાવી રહ્યા છે.
શાસ્ત્રીના પર્વચનના કાર્યક્રમની વિગત
જ્ઞાનેન્દ્ર શાસ્ત્રી : 27 અને ર8 જુલાઇ
આચાર્ય રામદેવજી શાસ્ત્રી : 29 જુલાઇ
મુનિ સત્યજીતજી : 30, 31 જુલાઇ અને 1 ઓગસ્ટ
સ્વામી વિવેકાનંદજી પરિવ્રાજક : 1,2,3 ઓગસ્ટ