આજથી સવારે ચા પીને ‘જપનામ, જપનામ’ કરવાનું છે: પૂર્વ IAS
અત્યાર સુધી જેમાં ટેક્સ છૂટ મળતી હતી તેવી ખાવા-પીવાની અનેક ચીજ-વસ્તુઓ પર આજથી જીએસટી લાગુ થઈ ગયો છે. જીએસટી કાઉન્સિલનો નિર્ણય લાગુ થયા બાદ અનેક ખાદ્ય વસ્તુઓ આજથી મોંઘી થઈ જશે. આ મામલે ભાજપના સાંસદ વરૂણ ગાંધીએ પણ સરકાર પર કટાક્ષ કર્યો છે. વરૂણ ગાંધીની તે ટ્વિટ પર લોકોના અનેક રિએક્શન પણ જોવા મળી રહ્યા છે.
- Advertisement -
ભાજપના સાંસદે ટ્વિટમાં લખ્યું છે કે, ’આજથી દૂધ, દહીં, માખણ, ચોખા, દાળ, બ્રેડ જેવા પેકેજ્ડ ઉત્પાદનો પર જીએસટી લાગુ છે. રેકોર્ડબ્રેક બેરોજગારી વચ્ચે લેવામાં આવેલો આ નિર્ણય મધ્યમ વર્ગના પરિવારો તથા ખાસ કરીને ભાડાના મકાનોમાં રહેતા સંઘર્ષરત યુવાનોના ખીસ્સા ખંખેરી નાખશે. જ્યારે રાહત આપવાનો સમય છે ત્યારે આપણે આહત કરી રહ્યા છીએ.