ખાસ-ખબર સંવાદદાતા
રાજુલા શહેરમા વિશ્ર્વકર્મા જ્યંતિ નિમિતે લુહાર-સુથાર સમાજ વિવિધ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યું. જેમા વિશ્ર્વકર્મા ભગવાનની શોભાયાત્રા, સર્કલનુ નામકરણ અને પ્રથમ સમૂહ લગ્ન સમારોહનું સુંદર આયોજન કરાયું. રામજી મંદિર થી લુહાર-સુથાર વાડી સુધી બેન્જો તેમજ ઢોલ-નગારાના તાલ સાથે વિશ્ર્વકર્મા ભગવાનની ભવ્ય શોભાયાત્રા નિકળી હતી. આ શોભાયાત્રા દરમ્યાન લોકોએ વિશ્ર્વકર્મા ભગવાનના દર્શન કરી આશીર્વાદ લીધા હતાં.
આ સાથે મહાત્મા મુળદાસ બાપા સર્કલનુ નામકરણ તેમજ પ્રતિમાનુ અનાવરણ કરવામા આવ્યું હતું. ત્યારબાદ લુહાર-સુથાર સમાજ વાડી ખાતે સમૂહલગ્ન સમારોહ યોજાયો હતો. જેમા પધારેલા મહેમાનોના વરદહસ્તે દિપ પ્રાગટય કરી કાર્યક્રમ શરૂૂ કરવામા આવ્યો. આ સમૂહ લગ્નમાં ત્રણ નવદંપતીઓએ પ્રભુતામા પગલા માંડ્યા હતાં. આ કાર્યક્રમમાં પધારેલ મહેમાનો, સમાજના આગેવાનો-અગ્રણીઓ, સંતો-મહંતો, દાતાશ્રીઓનું શિલ્પ આપી સન્માન કરવામા આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં ઉપસ્થિત રહેલા સંતો-મહંતો નવદંપતીઓને આશીર્વાચન પાઠવ્યાં હતાં. આ કાર્યક્રમનુ સંચાલન પિયુષભાઇ લુહાર દ્વારા કરવામા આવેલ. આ તકે વિનુભાઇ શ્રીરામ, વિશ્ર્વ હિન્દુ પરિષદ પ્રમુખ યુવરાજભાઇ ચાંદુ, જશુભાઇ કવા,મનુભાઇ મકવાણા, રાજુભાઇ પરમાર,યોગેશભાઇ મકવાણા, વનાભાઇ પરમાર, કાળુભાઇ પરમાર, બીપીનભાઈ ચુડાસમા, પદુભાઇ પરમાર તેમજ સમાજના આગેવાનો, પત્રકાર મિત્રો સહિત લોકો ઉપસ્થિત રહ્યાં હતાં..