ધારાસભ્ય લલિત વસોયાની અધ્યક્ષામાં કાર્યક્રમ યોજાયો….
ગુજરાત કૉંગ્રેસના આદેશ અનુસાર મિટિંગ યોજાઈ.
કૉંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાની અધ્યક્ષામાં વિસ્તૃત કારોબારીની પટેલ સમાજ વંથલી ખાતે બેઠક યોજવામાં આવી હતી.આ બેઠકમાં દિવસે અને દિવસે વધતી જતી મોંઘવારી જેવા વિવિધ મુદાઓ પર ચર્ચા કરાઇ હતી.આ બેઠકમાં ધારાસભ્ય લલિત વસોયા જૂનાગઢ જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ નટુભાઈ પોકિયા,મહામંત્રી વી.ટી સીડા,વંથલી શહેર કૉંગ્રેસ પ્રમુખ ઈરફાન શાહ અને કૉંગ્રેસ અગ્રણી મુકેશભાઈ ચૌહાણ,ભરત ચાવડા ,સીરાજ વાજા ,રમેશ વાણવી સહિતના કૉંગ્રેસ અગ્રણીઓ ની ઉપસ્થિતમાં બેઠક સાથે કૉંગ્રસ કાર્યકરોની વિવિધ ક્ષેત્રે હોદાઓની નિમણૂક કરાઈ હતી.
- Advertisement -
બેઠક પૂર્ણ થયા બાદ દેશમાં સતત વધતા જતા ડીઝલ-પેટ્રોલ,રાંધણ ગેસ,ખાદ્ય તેલના ભાવ વગેરેના વિરોધમાં પ્રજાના પ્રશ્નને વાચા આપવા અને કોરોના મહામારી બાદ લોકોને રોજગારી નથી મળી ત્યારે અસહય મરણતોડ ભાવવધારો પાછો ખેંચવાની માંગ સાથે વિવિધ બેનરો સાથે વિરોધ પ્રદશન કરવામાં આવ્યો હતો


