નાયબ પોલીસ મહાનીરીક્ષક મનીદર પ્રતાપ પવાર જુનાગઢ રેન્જ તથા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીના સીધા માર્ગદર્શન હેઠળ તેમજ નાયબ પોલીસ અધિક્ષક સાહેબ જે. બી.ગઢવી સાહેબની સુચના મુજબ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહી જુગારની બદી નેસ્ત નાબુદ કરવા કડક હાથેકામ લેવાની સુચના કરતા વંથલી પોલીસ સ્ટેશન ના નવનિયુક્ત પીએસઆઇ બી.કે.ચાવડા એ પોલીસ સ્ટેશન ના કર્મચારીઓને જરૂરી સૂચનાઓ આપતા
વંથલી પોલીસ સ્ટેશન ના પો.કોન્સ જનકસિંહ સીસોદીયા ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે વંથલી તાલુકાના મોહબ્બતપુર (નવાગામ) ગામે રહેતા અલ્પેશ અમૃતભાઈ મકવાણા પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવીને ગંજીપતાના પાના વડે પૈસાની હારજીત કરી જુગાર રમી રમાડીપોતાના આર્થિક ફાયદા શારૂ નાલના પૈસા ઉધરાવી જુગાર નો આખાડો ચલાવે છે જેથી બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા જુગાર રમતા અલ્પેશ મકવાણા,હનીફ સમા,જુસબ સમા, અરવિંદ બગડા, ચંદુ મારડીયા ,જયંતિ મોડાસડા, મુકેશ પૈડા, કાંતિ મકવાણા ને જુગાર રમતા ઝડપી પાડયા અને પકડાયેલ આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા 1,14,350 તથા મોબાઇલ ફોન છ કિ.રૂપિયા 12,000 મળી કુલ મુદ્દામાલ રૂપિયા 1,26,350 સાથે પકડી પાડી તેમની સામે ધોરણસરની કાર્યવાહી હાથધરી હતી આ કામગીરીમાં પીએસઆઇ બી.કે.ચાવડા,પી.એસ.શેખવા,પૃથ્વીરાજસિંહ વાળા,સોમાતસિંહ સીસોદીયા,જનકસિંહ સીસોદીયા,નરેશભાઈ શીંગરખીયા,બાલુભાઈ બાલસ એ રીતના પોલીસ સ્ટાફે સાથે રહીને આ કામગીરી કરી હતી
- Advertisement -
(જીજ્ઞેશ પટેલ – માણાવદર)