રેલમંત્રી અશ્ર્વિની વૈષ્ણવે બેંગ્લુરૂમાં વંદેભારત ટ્રેનના સ્લીપર કોચનુ અનાવરણ કર્યું: આગામી ત્રણ મહિનામાં ટ્રેન ટ્રેક પર દોડવા લાગશે: ટ્રેનમાં વિશ્ર્વસ્તરીય સુવિધાઓ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.1
- Advertisement -
રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે રવિવારે બેંગ્લુરૂમાં બીઈએમએલનાં કારખાનામાં વંદે ભારત એકસપ્રેસનાં સ્લીપર કોચના સંસ્કરણનું અનાવરણ કર્યું હતું. યાત્રી સુવિધાઓ, ગતિ અને સુરક્ષાનાં મામલામાં આ ટ્રેનને રાજધાની ટ્રેનોથી બહેતર બતાવવામાં આવી રહી છે.
આગામી ત્રણ મહિનામાં ટ્રેન ટ્રેક પર દોડવા લાગશે. આ પહેલા 10 દિવસ સુધી પરીક્ષણ કરવામાં આવશે. વંદેભારત સ્લીપર ટ્રેન યાત્રીઓને ઝટકાનો અનુભવ નહિં કરાવે. કોચ પુરેપુરો સીલબંધ અને બહેતર એર ક્ધડીશનીંગની સાથે સાથે ધૂળમુકત રહેશે. 16 કોચની વંદેભારત સ્લીપર ટ્રેનમાં 11 એસી 3 ટીયર કોચ, 4 એસી 2 ટીયર અને 1 એસી ફર્સ્ટ કલાસ કોચ હશે.ટ્રેનોમાં વિશ્વસ્તરીય સુવિધા છે. ઓટોમેટીક દરવાજા સેન્સર આધારીત દરવાજા, ગંધમુકત શૌચાલય, સામાન રાખવા વધુ જગ્યા, ટ્રેનમાં ગ્લાસ ફાઈબર પ્રબલિત પોલીમર પેનલ હશે. યાત્રીઓને યુરોપીય ટ્રેન જેવો અનુભવ મળશે.બર્થમાં વધારાનું કુશન કરવામાં આવશે.ઉપરના બર્થમાં ચડવા માટે સીડી નવેસરથી ડીઝાઈન કરાઈ છે. આ ઉપરાંત યાત્રીઓ માટે યુએસવી ચાર્જીંગ પોઈન્ટ મળશે.દિવ્યાંગ યાત્રીઓ માટે ખાસ બર્થ અને શૌચાલાયની વ્યવસ્થા કરાઈ છે.યાત્રીઓ માટે ટીવી મોનીટર અને એનાઉન્સમેન્ટ સીસ્ટમ, સુરક્ષા કેમેરા, પ્રથમ એસી શ્રેણીના કોચમાં ગરમ પાણી સાથે શાવર, ઓકસીજનની ઉપલબ્ધતા છે.વાયરસથી સુરક્ષા છે.