રવિવારે આજી માતાની આરતી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને આરતી-દર્શનનો લ્હાવો લીધો હતો. 2100 દીવડાની મહા આરતીમાં 7 મહંતો જોડાયા હતા. મહંતોના જણાવ્યાઅનુસાર 20 મિનિટ સુધી આરતી કરવામાં આવી હતી.
- Advertisement -
ત્યારે જાણે ગંગાઘાટે ગંગા મૈયાની આરતી કરતા હોય તેવો માહોલ સર્જાયો હતો. આજી માતાની આરતી કરી રાજકોટવાસીઓએ સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. જેમાં રામનાથદાદાની મહાઆરતી કરવામાં આવી હતી.