વંદેભારત ટ્રેન જ્યારથી શરૂ થઈ છે ત્યારથી આ ટ્રેનને અવાર નવાર અકસ્માત નડી રહ્યા છે. પહેલા વંદે ભારત ટ્રેનની અડફેટે ગાય આવી હતી, જેના કારણે ટ્રેનના આગળના ભાગે નુકસાન થયુ હતુ. ત્યારે આ વખતે વંદેભારત ટ્રેનને વધુ એક અકસ્માત નડ્યો છે. જેમાં વલસાડ નજીક ટ્રેક પર બળદ આવી ગયો હતો અને ટ્રેનના એન્જિન સાથે અથડાયો હતો. આ અકસ્માતમાં સદનસીબે ટ્રેનના એન્જિન કે કોચને કોઈ નુકસાન થયુ નથી. જો કે, આ અકસ્માતમાં બળદનું મોત થયુ હતું.
અકસ્માતને કારણે ટ્રેન ટ્રેક પર 20 મિનિટ સુધી રોકાઈ હતી. મળતી જાણકારી મુજબ, ગુજરાતથી મુંબઈ સુધી દોડતી વંદેભારત ટ્રેનને અકસ્માત નડ્યો હતો. ટ્રેન જ્યારે વલાજ પહોંચી ત્યારે વલસાડ રેલવે સ્ટેશનથી થોડે દૂર લોકોસેડ નજીક ટ્રેક પર બળદ આવી ગયો હતો અને આ બળદ એન્જિનના ભાગે અથડાયો હતો. ટ્રેન દોડતી હોવાથી બળદ આશરે 30 મીટર સુધી ઢસડાયો હતો અને પાછળના કોચ નીચે ફસાઈ ગયો હતો. આ અંગે વલસાડ રેલવેના કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી અને આરપીએફનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો
- Advertisement -
અને બળદના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. અકસ્માતમાં ટ્રેનને કોઈ નુકસાની થઈ ન હતી. ટ્રેન 20 મિનિટ રોકાયા બાદ ફરીથી દોડતી થઈ ગઈ હતી ઉલ્લેખનીય છે કે અગાઉ પણ અનેક વખત વંદે ભારત ટ્રેનને અકસ્માત નડ્યો છે.સપ્ટેમ્બર 2022માં જ વંદેભારત ટ્રેનને ત્રણ વખત અકસ્માત નડ્યો હતો.વર્ષ 2022માં અમદાવાદમાં વંદે ભારત ટ્રેન સાથે ભેંસ અથડાયાના બીજા જ દિવસે 7 ઓક્ટોબરે આણંદના કણજરી પાસે ગાય અથડાતાં અકસ્માત થયો હતો,