-મંદિરની દિવાલો પર કાળા રંગથી નફરતભર્યા લખાણો લખાયા: વિડીયોમાં બે શંકાસ્પદ કેદ
કેનેડામાં ફરી એકવાર હિન્દુ મંદિરમાં તોડફોડની અને ભીત પર નફરતભર્યા લકાણની ઘટના બહાર આવી છે. વિંડસર પોલીસ અધિકારીઓનાં જણાવ્યા મુજબ બીએપીએસ સ્વામીનારાયણ મંદિરની બહાર દિવાલ પર હિન્દુ વિરોધી અને ભારત વિરોધી લખાણ કાળા રંગમાં લખાયેલા જોવા મળ્યા હતા.
- Advertisement -
વીડીયોમાં તોડફોડની ઘટના પણ બહાર આવી છે. પ્રારંભીક તપાસમાં પોલીસ અધિકારીઓને એક વીડીયો મળ્યો છે. જેમાં બે શંકાસ્પદો રાત્રીનાં 12 વાગ્યા બાદ વિસ્તારમાં જોવા મળ્યા હતા. વીડીયોમાં એક શંકાસ્પદ શખ્સ મંદીરની ઈમારતની દિવાલ બહાર તોડફોડ કરતો નજરે પડે છે. જયારે બીજો તેની સાથે ઉભો છે. પોલીસને શંકાસ્પદના ચહેરો જોવા મળ્યો છે. કેનેડામાં છેલ્લા કેટલાક સમયથી હિન્દુ મંદિરો પર હુમલાની તોડફોડની નફરતભર્યા હિન્દુ વિરોધી ભારત વિરોધી લખાણની ઘટનાઓ બની રહી છે.