ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.23
રાજુલા તાલુકાના કોવાયા ગામે બજારમાં શિકારની શોધમાં ચાર સિંહો લટાર મારતા જોવા મળ્યાં હતાં. જે રીતે શ્ર્વાન બજારમાં ફરતા હોય છે તેવી જ રીતે આ કોવાયા ગામમાં સિંહો આંટાફેરા મારી રહ્યા છે. સિંહના આંટાફેરાથી ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. અવાર-નવાર સિંહો ગામના પશુનો શિકાર કરવાની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે વનવિભાગ કોવાયા ગામમાં પેટ્રોલિંગ વધારે તે જરૂૂરી બન્યું છે.
- Advertisement -
કોવાયા ગામમાં અનેકવાર સિંહો લટાર મારતા હોવાની ધટનાઓ સામે આવી છે. હાલ સોશિયલ મિડિયામા વનરાજાની લટારનો વિડિયો વાયરલ થયો છે.