આગામી 1 વર્ષમાં દેશભરમાં 1 લાખ હનુમાન ચાલીસા કેન્દ્રો શરૂ થશે: પ્રવીણ તોગડિયા
ખાસ-ખબર ન્યૂઝ ઈં રાજકોટ, તા.22
- Advertisement -
રાષ્ટ્રીય બજરંગ દળ- સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા રાજકોટ ખાતે શૌર્ય પ્રશિક્ષણ વર્ગનું આયોજન તા. 21થી 26 મે દરમિયાન શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ત્રંબા, ભાવનગર રોડ, આર.કે. કોલેજ ખાતે કરવામાં આવ્યું છે. એ.એચ.પી. આજે દેશના 400થી વધુ જિલ્લા કેન્દ્રો પર તેની ટીમ છે, અધિકારી પદાધિકારીઓ છે, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના વિવિધ આયામો છે. જેમાં પ્રમુખ આયામોમાં યુવાનો માટે રાષ્ટ્રીય બજરંગ દળ- રાષ્ટ્રીય કિશાન પરિષદ, રાષ્ટ્રીય મઝદૂર પરિષદ, રાષ્ટ્રીય મહિલા પરિષદ- યુવતીઓ માટે ઓજસ્વીની, રાષ્ટ્રીય છાત્ર પરિષદ, ઈન્ડિયા હેલ્થ લાઈન, હિન્દુ હેલ્પ લાઈન, બચે હી આગે કિડસ અહેડ વગેરે આયામો આજે દેશભરમાં કાર્યરત છે. આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા આગામી 1 વર્ષમાં દેશભરમાં 1 લાખ હનુમાનચાલીસા કેન્દ્રો ચાલુ થશે. આ હનુમાનચાલીસા કેન્દ્રોના માધ્યમથી એક મુઠી અનાજ, ઈન્ડિયા હેલ્થ લાઈન દ્વારા ફ્રી ચેકઅપ કેમ્પો સાથે અનેક વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવશે.
તે ઉપરાંત દેશભરમાં દરેક જિલ્લા કેન્દ્રો- શહેરી વિસ્તાર, ગ્રામ્ય વિસ્તારમાં ૐશ્રી પરિવાર બનાવવામાં આવશે. રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા દેશના વિવિધ જિલ્લા કેન્દ્રો પર 40થી વધુ સ્થાનો પર રાષ્ટ્રીય બજરંગ દળના યુવાનો માટે યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ઘ ચાલી રહ્યા છે જેમાં હિન્દુ યુવાનોને આજની સાંપ્રત પરિસ્થિતિમાં રાષ્ટ્ર પ્રેમ, હિન્દુત્વ, દેશ ભક્તિ અને સમાજ સેવાનો ભાવ જાગે તથા યુવાનોને શારીરિક, માનસિક અને બૌદ્ધિક રીતે સક્ષમ બને- યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગમાં કરાટે, રાયફલ શુટિંગ, લાઠી દાવ, યોગાસન, બાધા, તિરંદાજી, ટ્રેકીંગ, રમતગમત, સમતા જેવા શારીરિક તેમજ વર્તમાન સમયને ધ્યાનમાં રાખીને બૌદ્ધિક વિષયો પર ચર્ચા કરવામાં આવશે. આવા જ એક યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગનું આયોજન રાષ્ટ્રીય બજરંગ દળ, સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા રાજકોટ ખાતે કરવામાં આવેલું છે. સૌરાષ્ટ્ર પ્રાંતના 17 જેટલા કેન્દ્રો પરથી 250 જેટલા યુવાનો આ વર્ગમાં પ્રશિક્ષણ મેળવશે તેવું આજરોજ પત્રકાર પરિષદમાં પ્રવિણ તોગડીયાએ જણાવ્યું હતું.



