મુસ્લિમ વિદ્યાર્થીઓના એડમિશન પર વિવાદ થયો હતો, સ્ટુડન્ટ્સને અન્ય કોલેજોમાં શિફ્ટ કરાશે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
નેશનલ મેડિકલ કમિશન (ગખઈ) એ જમ્મુ સ્થિત વૈષ્ણો દેવી મેડિકલ કોલેજની ખઇઇજ ની માન્યતા રદ કરી દીધી છે. કમિશનના મેડિકલ એસેસમેન્ટ એન્ડ રેટિંગ બોર્ડ (ખઅછઇ) એ આ કાર્યવાહી કરી. કોલેજને ગયા વર્ષે જ ખઇઇજ કોર્સ ચલાવવાની માન્યતા મળી હતી. કમિશને 6 જાન્યુઆરીના રોજ ગખઈ ના ધોરણોના ઉલ્લંઘન જોવા મળતા આ નિર્ણય લીધો. હાલના ખઇઇજ ના વિદ્યાર્થીઓને અન્ય કોલેજોમાં શિફ્ટ કરવામાં આવશે.
થોડા મહિના પહેલા કોલેજ પર આરોપ લાગ્યો હતો કે 2025-26 ની પ્રથમ બેચમાં તેણે 42 મુસ્લિમ, 7 હિંદુ અને એક શીખ વિદ્યાર્થીનું નામ સીટ ફાળવણી યાદીમાં રાખ્યું હતું. જેના પછી ઘણા હિંદુ સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે સીટની વહેંચણીમાં ભેદભાવ કરવામાં આવ્યો હતો.
હિંદુ વિદ્યાર્થીઓની અવગણના કરવામાં આવી હતી, તેથી એડમિશન લિસ્ટ તાત્કાલિક રદ થવું જોઈએ. સાથે જ હિંદુ સંગઠનોએ માગ કરી હતી કે આ કોલેજ માતા વૈષ્ણો દેવીના ભક્તોના ચઢાવાથી ચાલે છે, તેથી હિંદુ વિદ્યાર્થીઓને પ્રાથમિકતા મળવી જોઈએ.
બોર્ડના જણાવ્યા અનુસાર, કોલેજે ગખઈના ધોરણોનું ઉલ્લંઘન કર્યું. નિરીક્ષણ સમયે એવી ખામીઓ સામે આવી હતી જેણે તે શરતોનું ઉલ્લંઘન કર્યું હતું, જેના હેઠળ સંસ્થાને મંજૂરી આપવામાં આવી હતી. તેથી ગખઈએ અંડરગ્રેજ્યુએટ મેડિકલ કોર્સની માન્યતા રદ કરી દીધી.
ગખઈની ટીમે 2 જાન્યુઆરી 2026ના રોજ કોલેજનું અચાનક નિરીક્ષણ કર્યું. આ નિરીક્ષણમાં જાણવા મળ્યું કે સંસ્થામાં માળખાકીય સુવિધાઓ, શિક્ષકોની સંખ્યા અને ક્લિનિકલ સુવિધાઓમાં ગંભીર ખામીઓ છે.
રિપોર્ટ અનુસાર કોલેજમાં શિક્ષકોની સંખ્યા લગભગ 39 ટકા ઓછી હતી. ટ્યુટર, ડેમોન્સ્ટ્રેટર અને સિનિયર રેસિડેન્ટ ડોકટરો પણ 65 ટકા ઓછા મળ્યા.
દર્દીઓની સંખ્યા પણ નિર્ધારિત ધોરણો કરતાં ઘણી ઓછી મળી. બપોરે 1 વાગ્યા સુધી ઘઙઉમાં માત્ર 182 દર્દીઓ હાજર હતા, જ્યારે ઓછામાં ઓછા 400 દર્દીઓ હોવા જોઈતા હતા. હોસ્પિટલમાં પથારીઓની સરેરાશ ભરેલી સ્થિતિ ફક્ત 45 ટકા હતી, જ્યારે ધોરણ 80 ટકાનું છે. ઈંઈઞમાં પણ લગભગ 50 ટકા જ બેડ ઓક્યુપન્સી જોવા મળી.
આ ઉપરાંત, ઘણા વિભાગોમાં લેબોરેટરીઓ નહોતી, રિસર્ચ લેબ નહોતી, લેક્ચર થિયેટર ધોરણો મુજબ નહોતા અને લાઇબ્રેરીમાં માત્ર 744 પુસ્તકો હતા જ્યારે 1,500 પુસ્તકો જરૂરી છે. અલગ-અલગ પુરુષ અને મહિલા વોર્ડ પણ નહોતા.
નિરીક્ષણમાં એ પણ જાણવા મળ્યું કે માત્ર 2 ઓપરેશન થિયેટર કાર્યરત હતા જ્યારે ઓછામાં ઓછા 5 થિયેટર હોવા જોઈતા હતા. ઘઙઉ વિસ્તારમાં માઇનર ઘઝની વ્યવસ્થા પણ નહોતી અને પેરા-ક્લિનિકલ વિષયો માટેના ઉપકરણો પણ પૂરતા નહોતા.
ગયા વર્ષે જ મળી હતી માન્યતા
મેડિકલ કોલેજે ગખઈમાં 5 ડિસેમ્બર અને 19 ડિસેમ્બર, 2024ના રોજ એક પબ્લિક નોટિસ હેઠળ નવો ખઇઇજ પ્રોગ્રામ શરૂ કરવા માટે અરજી કરી હતી. આ પછી સંસ્થાને 2025-26 શૈક્ષણિક સત્ર માટે 50 ખઇઇજ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની મંજૂરી મળી હતી અને આ પછી જ મુસ્લિમ વિદ્યાર્થીઓના પ્રવેશને લઈને વિવાદ શરૂ થયો હતો.



