થર્ટી ફર્સ્ટ માટે આવતો હતો દારૂ : આઈશર ગાડી સહિત 26 લાખનો મુદ્દામાલ કબ્જે કરતી પોલીસ
ખાસ-ખબર સંવાદદાતા
31 ડીસેમ્બરનો તહેવાર નજીક આવતો હોય જેથી સુરેન્દ્રનગર જીલ્લામાંથી નેશનલ હાઇવે ઉપર પેટ્રોલીંગ વધારી વિદેશી દારૂની હેરાફેરી અટકાવી પ્રોહીબીશનના કેસો કરવાની સૂચના અન્વયે વઢવાણ પોલીસ સ્ટેશનના પીએસઆઇ અને સ્ટાફના પ્રદ્યુમનસિંહ ગંભીરસિંહ ઝાલા, મહાવિરસિંહ દેવજીભાઇ પઢેરીયા, રોનકભાઇ રામજીભાઇ વાચા, જયપાલસિંહ સુરૂભા રાઠોડ તથા બળદેવસિંહ પરબતસિંહ પઢીયાર સહિતનો સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ચોકકસ બાતમી મળી હતી કે બલદાણા ગામના પાટીયા પાસે આશાપુરા હોટલના મેદાનમાં એક યુપી પાસીંગનું આઇશર પડ્યું છે જેમાં વિદેશી દારૂનો જથ્થો છે આ બાતમી આધારે દરોડો પાડતા આઇશર ચેક કરતા અંદરથી દારૂની 180 પેટી જેની કિંમત 10,75,500 તથા 35000ના બીયરના 360 ટીન તથા 2 મોબાઇલ ફોન મળી આવતા દારૂ-બિયર, આઇશર સહીત 26,21,500નો મુદ્દમાલ કબ્જે કરી હરિયાણાના પ્રવીણ ઉર્ફે કાળા રમેશભાઇ ગીડ અને નવીન કુલદીપ પાનુંની ધરપકડ કરી ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


