42 હજારથી વધુને પ્રિ-કોસન ડોઝ અને 12 લાખ જેટલા લોકો બંને ડોઝ મેળવી ચુક્યા છે
કોરોના સામે પ્રતિરોધક વેક્સીનના પ્રથમ, દ્વિતીય તેમજ બંને ડોઝ લેનાર ફ્રન્ટલાઈન વોરિયર્સ અને સિનિયર સીટીઝનને હાલ પ્રિકોશન ડોઝ આપવામાં આવી રહ્યા છે. રાજકોટ જિલ્લામાં ગઇકાલે સાંજે 5:30 કલાકની સ્થિતિએ કુલ 42,831 લોકોને ત્રીજો ડોઝ આપવામાં આવ્યો છે. જયારે 12,95,506ને પ્રથમ ડોઝ 11,98,712 લોકોને બીજો ડોઝ આપી ચુકવામાં આવ્યો છે. કુલ 303 સાઈટ પર રસીકરણની કામગીરી કરવામા આવી રહી છે.