દેશના માન.પ્રધાનમંત્રી દ્વારા મફત વેક્સિનની પરીકલ્પનાને સાકાર કરવા રાજયના માન.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રાજયમાં વેક્સિનેશન મહાભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ કેન્દ્રો પર ૧૮ વર્ષથી મોટી ઉંમરના તમામ લોકોને સ્થળ પર જ રજીસ્ટ્રેશન કરી કોરોના વેક્સિન આપવામાં આવશે.
આ અભિયાનને વધુ વેગ મળે અને શહેરના વધુમાં વધુ શહેરીજનોને વેક્સિનનો લાભ લે તેવા શુભ આશયથી સંસ્થા, ટ્રસ્ટ, સોસાયટી, શાળા, કોલેજો વિગેરેને જોડી વેક્સિન કેમ્પ યોજવાનું નક્કી કરેલ. જે અંતર્ગત આજ તા.૨૪/૦૬/૨૦૨૧ના રોજ વોર્ડ નં.૦૭માં લોજ કાઠિયાવાડ ખાતે વેક્સિન કેમ્પ યોજાયો.
- Advertisement -
આ કેમ્પમાં મેયર ડૉ.પ્રદિપ ડવ, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, દંડક સુરેન્દ્રસિંહ વાળા, આરોગ્ય સમિતિના ચેરમેન ડૉ.રાજે બેન ડોડીયા, કોર્પોરેટર જય બેન ચાવડા, વર્ષાબેન પાંધી, વોર્ડ પ્રભારી પ્રતાપભાઈ વોરા, પ્રમુખ રમેશભાઈ દોમડીયા, મહામંત્રી અનિલભાઈ લીંબડ, રાજુભાઈ મુંધવા, સંસ્થાના જયદેવભાઈ જોષી તેમજ અન્ય હોદેદાર ઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.