વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સાત વર્ષના સફળ સુશાસન પૂર્ણ થતા મેંગણી ગામે શનિવારે રાજકોટ જિલ્લા મહિલા મોરચા દ્વારા વેક્સીનેસન કેમ્પ તથા વૃક્ષારોપણ કાર્યક્રમ.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સફળ સુશાસનને સાત વર્ષ પૂરા થયા છે. ત્યારે, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની સુચના અનુસાર સેવા કાર્યો થકી આ સફળ સુશાસનના સાત વર્ષની ઉજવણી માનવતાવાદી કાર્યો દ્વારા કરવા અપીલ કરવામાં આવી છે. ત્યારે ભાજપની વિવિધ પાંખો દ્વારા અનેકવિધ સેવા કાર્યો કરવામાં આવી રહ્યા છે. આ અનુસંધાને રાજકોટ જીલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ મતી સીમાબેન જોશી, મહામંત્રીઓ જીજ્ઞાબેન પટેલ, અસ્મિતાબેન રાખોલીયા જણાવે છે કે, રાજકોટ જીલ્લા ભાજપ અને આરોગ્ય વિભાગ દ્વારા તા.૧૨ને શનિવાર સવારે ૯.૦૦ કલાકે કોટડાસાંગાણી તાલુકાના મેંગણી ગામે ૧૮+ માટે વેક્સીનેશન કેમ્પ તેમજ વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.
આ કાર્યક્રમમાં જીલ્લા સંગઠન પ્રભારીઓ મહેન્દ્રસિંહ સરવૈયા, મતી રક્ષાબેન બોળીયા, જીલ્લા અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા, જીલ્લા મહામંત્રીઓ નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલા, સાંસદઓ મોહનભાઈ કુંડારિયા તથા રમેશભાઈ ધડુક, કેબીનેટમંત્રીઓ જયેશભાઈ રાદડિયા તથા કુંવરજીભાઈ બાવળિયા, ધારાસભ્યઓ મતિ ગીતાબા જયરાજસિંહ જાડેજા, લાખાભાઈ સાગઠીયા, જીલ્લા પંચાયત અધ્યક્ષ ભૂપતભાઈ બોદર તથા જીલ્લા ભાજપના હોદેદારો ઉપસ્થિત રહેશે.
આ વેક્સીનેસન કેમ્પમાં કોટડાસાંગાણી તાલુકાના નવી મેંગણી, જૂની મેંગણી, થોરડી, ચાંપાબેડા, કાલંભડી, અનીડા વાછરા, નોંઘણચોરા સહીતના આસપાસના વિસ્તારના પ્રજાજનો આ વેક્સીનેસનના કાર્યક્રમમાં લાભ લેશે. ઉપરોક્ત કાર્યક્રમમાં તાલુકાના તમામ હોદેદારોને ઉપસ્થિત રહેવા હાર્દિક અનુરોધ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા કોટડાસાંગાણી તાલુકાના મહામંત્રી કિશોરસિંહ જાડેજા, નવી મેંગણી યુવા કાર્યકર્તા જતિનભાઈ સિદપરા જહેમત ઉઠાવી રહ્યા છે. તેમ રાજકોટ જીલ્લા ભાજપ પ્રેસ મીડિયા ઇન્ચાર્જ અરુણભાઈ નિર્મળ જણાવે છે.