1.90 કરોડથી વધુ લોકોએ મુસાફરી કરી
9થી 19 મે દરમિયાન ST નિગમને રોજ 7થી 8 કરોડની આવક
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
છેલ્લા કેટલાક દિવસોથી રાજકોટ સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. અનેક સ્થળોએ 43થી 44 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે. જોકે સાથોસાથ ચાલુ માસમાં વેકેશન ઉપરાંત લગ્નગાળાની સીઝન પણ પૂર બહારમાં ખીલી છે.
અસહ્ય ગરમી હોવા છતાં મોટી સંખ્યામાં લોકો બહાર ફરવા નીકળી ગયા છે. તેમજ લગ્નગાળામાં લોકો ખાનગી બસ કે વાહનને બદલે એસટી બસમાં મુસાફરી કરવાનું પસંદ કરી રહ્યા છે. જેને પગલે ગુજરાત જઝ નિગમને માત્ર 11 દિવસમાં 90.20 કરોડની આવક થઈ છે.
11 દિવસમાં 1.90 કરોડથી વધુ લોકોએ મુસાફરી કરી હતી.
છેલ્લા 11 દિવસની સરખામણી જોઇએ તો 16 મેના રોજ રાજ્યની એસટી બસોમાં 18.26 લાખ મુસાફરોએ મુસાફરી કરી હતી. જે છેલ્લા 11 દિવસમાં સૌથી વધુ છે. 16મેના રોજ જઝ નિગમને રૂ.8.94 કરોડથી વધુની આવક પણ થઇ હતી. આ જ રીતે 17મેના રોજ 17.87 લાખ મુસાફરોએ મુસાફરી કરી હતી અને જઝ નિગમને રૂ. 8.32 કરોડથી વધુની આવક થઈ હતી. જઝ નિગમના અધિકારી સુત્રોના જણાવ્યા મુજબ છેલ્લા 11 દિવસ દરમિયાન જઝ નિગમે 3.36 લાખથી વધુ ટ્રીપોનું સંચાલન પણ કર્યું હતું. નિગમના સુત્રોના જણાવ્યા અનુસાર હજુ પણ ચાલુ આખો મહિનો જઝ બસોમાં ચિક્કાર ટ્રાફિક રહેશે અને વેકેશન તથા લગ્નગાળાની અસર વર્તાશે.
- Advertisement -
લગ્નગાળો અને વેકેશનના કારણે ટ્રાફિકમાં વધારો થતાં જઝ નિગમને દૈનિક રૂ.7 કરોડ આસપાસ આવક
થઇ રહી છે.
છેલ્લા 11 દિવસ દરમિયાન જઝ તંત્રની બસોમાં 1.92 કરોડથી વધુ મુસાફરોએ મુસાફરી કરી છે અને દૈનિક રાજ્યની બસોમાં 18 લાખથી વધુ મુસાફરો મુસાફરી કરી રહ્યા છે. જઝ નિગમના સુત્રોના જણાવ્યા અનુસાર ખાસ કરીને છેલ્લા 11 દિવસ દરમિયાન જઝ નિગમની આવકમાં દૈનિક એક કરોડ જેટલો ખાસ્સો વધારો થયો છે. તેમજ રોજના ટ્રાફિકમાં પણ 20 ટકાથી વધુનો વધારો થયો છે.
ઉલ્લેખનીય છે કે, કાળઝાળ ઉનાળો હોવા છતાં એસટી બસોમાં સતત મુસાફરોની સંખ્યા સતત વધી રહી છે. બીજી તરફ ખાનગી બસોમાં જોઇએ એવો ટ્રાફિક નજરે પડતો નથી.