મુખ્યમંત્રી ધામીએ બચાવ કામગીરીનું નિરીક્ષણ કર્યું; ભારતીય વાયુસેના કામગીરીમાં જોડાઈ
ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના ધરાલી ગામના પૂર આવ્યું એને 24 કલાકથી વધુ સમય થઈ ગયો છે. હાલ રેસ્કયુ ચાલી રહ્યું છે. બચાવ કામગીરી માટે સાત ટીમ કામે લાગી છે. 225થી વધુ સેનાના જવાનો ઘટનાસ્થળે તૈનાત છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 5 લોકોનાં મોત થયાં છે, જ્યારે 11 જવાનો સહિત 70 લોકો ગુમ છે. અત્યાર સુધીમાં 190 લોકોને બચાવી લેવાયા છે.
- Advertisement -
રાહત અને બચાવ કાર્યનો આજે બીજો દિવસ
રસ્તા બંધ થઈ જવાને કારણે હેલિકોપ્ટર દ્વારા બચાવ કામગીરી ચાલી રહી છે. હેલિકોપ્ટર દ્વારા જ ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં આવી રહ્યા હતા. જોકે, ભટવારીમાં તૂટી ગયેલો રાજમાર્ગ હવે ખુલી ગયો છે, જેના કારણે હવે માર્ગ દ્વારા ધરાલી જવું શક્ય બનશે. ધરાલી અને હર્ષિલમાં ચાલી રહેલા રાહત અને બચાવ કાર્યનો આજે બીજો દિવસ છે.
હાલ હવામાન ચોખ્ખું હોવાથી બચાવ કાર્ય વધુ ઝડપી બનશે
- Advertisement -
રસ્તાને વધુ સારો બનાવવા માટે BRO & GREFની ટીમો સતત કામ કરી રહી છે. બે જગ્યાએ પહાડો કાપીને રસ્તો ખોલવાની તૈયારી હતી, પણ સાધનોની અછતને કારણે આ કામમાં વિલંબ થયો હતો. રાહતની વાત એ છે કે હવામાન હાલ ચોખ્ખું છે. આથી આશા છે કે બચાવ કાર્ય વધુ ઝડપી બનશે.
હેલિકોપ્ટર દ્વારા રાહત સામગ્રી પહોંચાડાઈ
રાહતની વાત એ છે કે હર્ષિલનો મિલિટરી હેલિપેડ પૂરી રીતે શરૂ કરી દેવામાં આવ્યો છે. 3 સિવિલ હેલિકોપ્ટર દ્વારા રાહત સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે. ભટવાડી અને હર્ષિલમાં હેલિકોપ્ટરના ઉતરાણથી રેસ્ક્યુ ઓપરેશનમાં તેજી આવી છે. ચિનૂક, Mi-17 અને ALH હેલિકોપ્ટર સ્ટેન્ડબાય પર છે.
ધરાલી, હર્ષિલ અને સુખી ટોપમાં રેસ્ક્યુ ઓપરેશન
ઉત્તરાકાશી જિલ્લામાં ધરાલી, હર્ષિલ અને સુખી ટોપ ત્રણ સ્થળોએ વિનાશકારી પૂર આવ્યું છે. હવે આ ત્રણેય સ્થળોએ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. ત્યાં સતત ભૂસ્ખલન થઈ રહ્યું છે અને વરસાદ પડી રહ્યો છે, જેના કારણે રેસ્ક્યુમાં મુશ્કેલી આવી રહી છે. પૂરના કારણે ભારતીય સેનાના 11 જવાનો જે ગુમ થયા છે, તેમની શોધખોળ હજી પૂરી થઈ નથી. એવું પણ કહેવાય છે કે કેરળના 28 પ્રવાસીઓનો એક ગ્રુપ ધરાલીની ઘટના બાદથી ગુમ છે. જોકે, આ ઘટના બાદથી જ રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. પીડિતો સુધી મદદ પહોંચાડવા રેસ્ક્યુ ટીમો મહેનત કરી રહી છે.