ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં ચારધામ યાત્રા માટે યાત્રાળુઓને લઈ જતી બસ અલકનંદા નદીમાં ખાબકી હતી, જેમાં બે લોકોના મોત થયા હતા અને આઠ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જોરદાર પ્રવાહમાં બસ તણાઈ ગઈ હોવાથી નવ લોકો હજુ પણ ગુમ છે. બચાવ કામગીરી ચાલી રહી છે, મુખ્યમંત્રી નજીકથી દેખરેખ રાખી રહ્યા છે.
ઉત્તરાખંડમાં રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઈવે પર એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં ધોલતીર વિસ્તારમાં એક મુસાફરોથી ખીચોખીચ બસ અલકનંદા નદીમાં ખાબકી ગઈ હતી. આ દુર્ઘટનામાં આઠ લોકોના મોતની ખબર મળી રહી છે. ઘટનાની જાણકારી મળતાં જ રેસ્ક્યૂ ટીમ રવાના થઇ હતી. ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ ઉત્તરાખંડના પાડોશી રાજ્ય હિમાચલ પ્રદેશમાં અનેક જિલ્લામાં આભ ફાટ્યું હતું જેના કારણે અનેક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી.
- Advertisement -
માહિતી અનુસાર પોલીસ હેડક્વાર્ટરના પ્રવક્તા નીલેશ આનંદ ભરણેએ કહ્યું કે રુદ્રપ્રયાગ જિલ્લાના ધોલતીર વિસ્તારમાં એક બસ બેકાબૂ નદીને ખીણમાં ખાબકતાં અલકનંદા નદીમાં ગરકાવ થઈ હતી. માહિતી મુજબ બસમાં કુલ 18 જેટલા મુસાફરો સવાર હતા. જેમાંથી એકના મોતની હજુ પુષ્ટી થઈ શકી છે.
રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
ઘટનાની જાણ થતાં જ એડીઆરએફ, પોલીસ દળ અને સ્થાનિક તંત્રની રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે ધસી આવી હતી અને અમુક ઈજાગ્રસ્તોને બચાવી લીધા હતા. તેમને સારવાર હેતુસર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હજુ ઘણા લોકો ગુમ છે જેમને શોધવા માટે રેસ્ક્યૂ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.