બરસાનામાં આજથી રોપ-વેનું પ્રાયોગિક પરીક્ષણ
રોપ-વે શરૂ થવાથી બરસાનામાં લાડલી મંદિરે પહોંચવુ સરળ બનશે
12 ટ્રોલીઓ એક કલાકમાં 500 જેટલા લોકોને યાત્રા કરાવશે
ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય પર્યટકોની યાત્રા સુગમ બનાવવા માટે ઉતરપ્રદેશ વ્રજ તીર્થ વિકાસ પરિષદે બરસાના અને વૃંદાવનમાં બે અનોખી રોપ-વે પરિયોજના શરૂ કરી છે. વ્રજ તીર્થ વિકાસ પરિષદનાં મુખ્ય કાર્યકારી અધિકારી એસ.બી.સિંહે જણાવ્યું હતું કે, બરસાના રોપ-વેનું પ્રાયોગીક પરીક્ષણ આજે 18 જુને કરવામાં આવશે.
- Advertisement -
આ રોપ-વે પર્યટકોને માત્ર રોમાંચક અનુભવ નહિં કરાવે બલકે ટ્રાફીક જામની પરીક્ષામાંથી પણ મુકિત અપાવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બરસાનામાં લાડલી મંદિરમાં આવતા પર્યટકોએ આ મંદિર સુધી પહોંચવા માટે 180 થી વધુ જર્જરીત અને ખતરનાક પગથીયાઓ પરથી પસાર થવુ પડે છે. જોકે રોપ-વે સુવિધા શરૂ થવાથી હવે ખાસ કરીને વડીલોને લાડલી મંદિર આવવાનો અવસર મળશે.
બરસાનામાં રોપ-વે પ્રાકૃતિક પહાડીઓનાં મનોરમ્ય દ્રશ્યના દર્શન કરાવશે
અધિકારીઓએ જણાવ્યું હતું કે 15.87 કરોડ રૂપિયાની બરસાના રોપ-વે પરિયોજનામાં 12 ટ્રોલી હશે અને એક કલાકમાં 500 થી વધુ લોકો યાત્રા કરી શકશે. કોઈ અપ્રિય ઘટનાથી બચવા માટે ટ્રોલી પરિચાલન (ઓપરેટીંગ) દરમ્યાન બચાવ દળના લોકો તૈનાત રહેશે તેમણે એ પણ જણાવ્યું હતું કે સર્વેક્ષણ બાદ વૃંદાવન રોપ-વે પરિયોજનાનો સંભવીત રીપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે.