લોકોએ પોતપોતાની શૈલીમાં નવા વર્ષની ઉજવણી કરી હતી. નવા વર્ષે દેશ-વિદેશમાં લોકોએ હજારો કરોડનો દારૂ પીધો હતો. આ મામલામાં દિલ્હી-એનસીઆર (Delhi-NCR) પણ કોઈથી ઓછું નહોતું. નવા વર્ષે અહીં 400 કરોડ રૂપિયાનો દારૂ વેચાયો હતો.
ભારતીયોએ પીવામાં નવો રેકોર્ડ બનાવ્યો
- Advertisement -
દેશના લોકોએ વર્ષ 2024ને વિદાય આપીને 2025ની જોરદાર સ્વાગત કર્યું હતું. 31stએ ભારતીયોએ દારૂ પીવામાં નવો રેકોર્ડ બનાવ્યો છે. દેશમાં નવા વર્ષ પર 600 કરોડ રૂપિયાનો દારૂ ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ વેચાયો હતો. તો દિલ્હી-એનસીઆરમાં 400 કરોડ રૂપિયાનો દારૂ વેચાયો છે.
દુનિયાના લોકોએ હજારો કરોડનો દારૂ પીધો
નવા વર્ષે દિલ્હી જ નહીં દેશ અને દુનિયાના લોકોએ હજારો કરોડનો દારૂ પીધો હતો. દેશમાં દારૂ પીવાના મામલે લોકોએ એક નવો સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આ સિવાય કર્ણાટકમાં 308 કરોડ રૂપિયાનો દારૂ વેચાયો છે, જ્યારે તેલંગાણાના લોકો પણ કોઈ બાબતમાં પાછળ નથી રહ્યા, અહીંના લોકોએ નવા વર્ષ પર 402 કરોડ રૂપિયાનો દારૂ ઢીંચી ગયા હતા.
- Advertisement -
કેરળમાં 108 કરોડ રૂપિયાનો દારૂ વેચાયો
જો કેરળની વાત કરવામાં આવે તો અહીં 108 કરોડ રૂપિયાનો દારૂ વેચાયો છે. તો બીજી તરફ આલૂ ભુજિયા, ચિપ્સ અને આઇસ ક્યુબ્સ ઓનલાઈન એપ્સ પર ચકના સ્વરૂપમાં સૌથી વધુ વેચાયા છે. ઉત્તરાખંડમાં પણ નવા વર્ષની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે અહીં લગભગ 15 કરોડ રૂપિયાનું વેચાણ થયું હતું.
પર્યટન સ્થળોએ સૌથી વધુ દારૂનો ઉપયોગ
દેહરાદૂન અને નૈનીતાલ જેવા પર્યટન સ્થળોએ સૌથી વધુ દારૂનો ઉપયોગ થયો છે. ઉત્તરાખંડમાં એક જ દિવસમાં દારૂના વેચાણ માટે કુલ 600 લાયસન્સ આપવામાં આવ્યા હતા, જેમાં અંગ્રેજી શરાબની 37 હજારથી વધુ પેટીઓનું વેચાણ થયું હતું.
નોઈડાવાસીઓ 16 કરોડ રૂપિયાનો દારૂ ગટગટાવી ગયા
આ સાથે ઉત્તરપ્રદેશે પણ દારૂ પીવાના મામલે કોઈ કસર છોડી નથી. નવા વર્ષે અહીં 600 કરોડ રૂપિયાનો દારૂ વેચાયો છે. એકલા નોઈડામાં જ બે દિવસમાં 16 કરોડ રૂપિયાનો દારૂ વેચાયો હતો, જે ગયા વર્ષ કરતા ઘણો વધારે છે.




